ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ સામે વિરોધથી ચિંતીત ,ચીન- પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-03 12:08:20
  • Views : 509
  • Modified Date : 2023-01-03 12:08:20

પાકિસ્તાન કબજા હેઠળના બલુચિસ્તાનમાં સ્થાનિક લોકો ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સીપીઇસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને પાકિસ્તાન સૈન્યને રાજ્કીય રંગ આપવાની બાબતને ગંભીર ગણાવી છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરથી દેશને નુકશાન થવાની ભીતિ તેમણે સેવી છે. આ મેગા પ્રોજેકટમાં ચીને અખૂટ પૈસા લગાવ્યા છે. સ્થાનિક લોકો સાથે ચીન પણ પોતાના નાગરિકો પર થઈ રહેલા હુમલાઓથી પરેશાન છે.

આ પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો વિરોધ પાકિસ્તાનના ગ્વાદર શહેર સુધી પહોંચી ગયો છે. જ્યાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ફાયરિંગ અને પથ્થરબાજીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પાકિસ્તાનમાં આ વિરોધ પ્રદર્શનો હક દો તહરીક નામના સંગઠનના નેજા હેઠળ થઈ રહ્યાં છે. આ સમુહનું નેતૃત્વ મૌલાના હિદ્યાતુર રહેમાન બલોચ કરી રહ્યા છે. તેઓ બલુચિસ્તાનના જમિયત-એ- ઈસ્લામીના મહા સચિવ છે.

ઉલ્લેખનીય છે કે, જમિયત-એ- ઈસ્લામી નામનું સંગઠન સ્થાનિક લોકોના પ્રશ્નો સરકાર સમક્ષ ઉઠાવી રહ્યું છે. તેમનો આરોપ છે કે, સરકાર ચીનને પ્રાઘાન્ય આપીને સ્થાનિક લોકોના પડતર સવાલોને નજર અંદાજ કરી રહી છે. આ સંગઠનની માંગોમાં ગ્વાદર જળની ગેરકાયદે ટ્રેડિંગ, પાકિસ્તાન સરકાર દ્વારા બનાવવામાં આવેલી અસંખ્ય ચેકપોસ્ટ અને પાકિસ્તાન-ઈરાન સીમા પરથી કરવામાં આવતો વ્યાપાર શામેલ છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને કારણે મોટી સંખ્યામાં લોકોએ વિસ્થાપિત થવું પડ્યું છે. આ કારણે માછીમારી કરીને ગુજરાન ચલાવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાન સરકાર સ્થાનિક લોકોના ગુસ્સાને શાંત કરવાના પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષાબળો પર હુમલા કરીને તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

Download Our B K News Today App



Related News