પ્રિયંકાનાં લગ્નનાં છ મહિના બાદ પરિણીતીએ કહ્યું, જીજાજીએ 'જૂતા ચુરાઈ'માં ડાયમંડ રિંગ્સ આપી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-21 15:19:13
  • Views : 569
  • Modified Date : 2019-06-21 15:19:13

 બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતાં. પરિણિતીને જીજાજી નિક જોનાસના 'જૂતા ચુરાઈ' રસ્મમાં કેટલા રૂપિયા મળ્યાં તેની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. લગ્નના છ મહિના બાદ પરિણીતીએ હવે આ વાતનો ખુલાસો કર્યો છે કે તેને કેટલાં રૂપિયા અને ગિફ્ટમાં શું મળ્યું હતું.

ચેટ શોમાં પરિણીતીએ શું કહ્યું?

શું મળ્યું પરિણીતીને?
1.

પરિણીતી ચોપરા પોતાની ફ્રેન્ડ સાનિયા મિર્ઝા સાથે નેહા ધૂપિયાના શો 'બીએફએફ વિધ વોગ'માં આવી હતી. અહીંયા પરિણીતીએ કહ્યું હતું કે તેને બહુ બધા પૈસા, ડાયમંડ રિંગ્સ તથા બહુ બધી ગિફ્ટ્સ મળી હતી.

એક વ્યક્તિ ટ્રેમાં ડાયમંડ રિંગ્સ લઈને આવ્યો
2.

પરિણીતીએ શોમાં કહ્યું હતું, 'અમારા કરતાં તેઓ વધુ તૈયાર હતાં. અમે તો એમ જ વિચારતા હતાં કે અમે સ્માર્ટ છીએ અને આ રસ્મમાં બહુ બધા પૈસા લઈશું. જ્યારે સમય આવ્યો ત્યારે નિકજીજાજીએ કોઈની તરફ ઈશારો કર્યો હતો. અમે બધી કઝિન્સ પાછળ ફરીને જોવા લાગ્યાં. અમે જોયું કે એક વ્યક્તિ ટ્રેમાં બહુ બધી ડાયમંડ રિંગ્સ લઈને આવ્યો હતો. અમને બહુ બધી ગિફ્ટ્સ તથા પૈસા મળ્યાં હતાં. મને એ વાતનો આનંદ છે કે નિકજીજાજી ઘણાં જ દયાળું છે.'

પ્રિયંકા વહેલી તૈયાર થઈ ગઈ હતી
3.

નેહાએ જ્યારે પરિણતીને પ્રિયંકા અંગે સવાલ કર્યો તો એક્ટ્રેસે કહ્યું હતું, 'લગ્નમાં પ્રિયંકા ઘણી જ ખુશ હતી. જાન આવે તેની ખાસ્સીવાર પહેલાં જ પ્રિયંકા તૈયાર થઈ ગઈ હતી. જાન આવી ત્યારે પ્રિયંકા દોડીને ફિલ્મી સ્ટાઈલમાં જાન જોવા આવી હતી. તે બહુ જ ખુશ હતી.'

4.      પ્રિયંકાએ એમસ્ટર્ડમમાં પોતાની બેચલરેટ પાર્ટી આપી હતી. આ અંગે પરિણીતીએ કહ્યું હતું, 'સોફી ટર્નર (પ્રિયંકાની જેઠાણી) પાસે પાર્ટીના તમામ વીડિયો છે અને તેણે હજી સુધી મને એક પણ વીડિયો મોકલ્યો નથી. આ પણ સારું છે. કારણ કે જો કોઈએ મારા ફોનમાં આ વીડિયો જોઈ લીધા તો ઉપાધિ જ થશે.' જેના પર નેહાએ કહ્યું હતું કે જે એમ્સ્ટર્ડમમાં થાય છે, તે ત્યાં જ રહી જાય છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138