પ્રિયંકા-રાજકુમાર રાવની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'માં સામાજિક ભેદભાવની વાત કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:41:31
  • Views : 347
  • Modified Date : 2020-12-22 11:41:31

    પ્રિયંકા ચોપરા તથા રાજકુમાર રાવ સ્ટારર 'ધ વ્હાઈટ ટાઈગર'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 22 જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 2008માં અરવિંદ અડિગાની આવેલી નોવલ 'ધ વ્હાઈટ ટાઈગર' પરથી બનાવવામાં આવી છે. આ નોવલે 40મું બુકર પ્રાઈઝ જીત્યું હતું. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મમાં સામાજિક ભેદભાવની વાત કરવામાં આવી છે. ટ્રેલરમાં ગરીબી, જાતિ, ધર્મ, રાજકારણ, ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી છે.

    ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે હલવાઈ બલરામ એક દિવસ રાજકુમાર રાવને જુએ છે અને તેને લાગે છે કે આ જ વ્યક્તિ તેનું જીવન બદલી નાખશે. રાજકુમાર રાવ તથા પ્રિયંકા ચોપરા વર્ષોથી અમેરિકામાં રહેતા હોય છે અને પછી તેઓ ભારત પરત ફરે છે. બલરામ ગમે તેમ કરીને પ્રિયંકા-રાજકુમારના ઘરે પહોંચી જાય છે. અહીંયા તે ડ્રાઈવરની નોકરી કરવા લાગે છે. અચાનક એક દિવસ એક ઘટના બને છે અને આ ત્રણેયનું જીવન બદલાઈ જાય છે. રાજકુમાર તથા પ્રિયંકાનો પરિવાર બલરામને અકસ્માત કેસમાં ફસાવી દે છે. જોકે, બલરામે પણ તેમની વિરુદ્ધ કંઈક અલગ જ પ્લાન કર્યો છે. આ ઘટનાથી બલરામનું જીવન બદલાઈ જાય છે. ફિલ્મમાં બલરામનો રોલ આદર્શ ગૌરવે પ્લે કર્યો છે. ફિલ્મને રામિન બહરાનીએ ડિરેક્ટ કરી છે. પહેલી જ વાર પ્રિયંકા ચોપરા તથા રાજકુમાર રાવે સાથે કામ કર્યું છે.

    ચાહકોને ટ્રેલર ઘણું જ પસંદ આવ્યું છે. પ્રિયંકાના સસરા પોલ કેવિન જોનાસ સીનિયરને પણ આ ટ્રેલર ગમ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને તેમની વહુ પર ગર્વ છે. પ્રિયંકાનો પતિ પણ ટ્રેલરથી પ્રભાવિત થયો છે. પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ઈઝટ ઈટ રોમેન્ટિક'ના કો-સ્ટાર એડમે પણ ટ્રેલરના વખાણ કર્યાં હતાં.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121