પ્રિયંકા ચોપરાની બુક 'અનફિનિશ્ડ' ન્યૂ યોર્ક સિટીના છ માળના બિલ બોર્ડ પર છવાઈ, રીતિક-દિયાએ શુભેચ્છા પાઠવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:04:47
  • Views : 329
  • Modified Date : 2021-03-10 15:04:47

    પ્રિયંકા ચોપરાએ ગયા મહિને પોતાની બુક 'અનફિનિશ્ડ' લૉન્ચ કરી હતી. આ બુકમાં પ્રિયંકાએ પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ અંગે ઘણી વાતો શૅર કરી હતી. ચાહકોને પ્રિયંકાની બુક 'અનફિનિશ્ડ' ઘણી જ પસંદ આવી છે. હાલમાં જ પ્રિયંકાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં પ્રિયંકાની બુક 'અનફિનિશ્ડ'નું કવર પોસ્ટર ન્યૂ યોર્ક સિટીના છ માળના બિલબોર્ડ પર જોવા મળે છે.

    પ્રિયંકાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ન્યૂ યોર્ક સિટીમાં પેન સ્ટેશનની બહાર એક છ માળની એમેઝોન બુક્સ બિલબોર્ડ પર 'અનિફિનિશ્ડ.' મહિલાઓના અવાજને આગળ વધારવા માટે આ વિમેન્સ હિસ્ટ્રી મંથના સેલિબ્રેશનમાં સામેલ થવા અંગે ઘણી જ એક્સાઈટેડ છું. આ વાતને ખાસ બનાવે છે કે 'અનફિનિશ્ડ'ને લૉન્ચ થયે એક મહિનો થઈ ગયો.'પ્રિયંકાની આ અચીવમેન્ટ પર તેના ચાહકો, પરિવાર તથા ફ્રેન્ડ્સે સો.મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. રીતિક રોશન તથા દિયા મિર્ઝાએ પણ તસવીર પર કમેન્ટ કરી હતી. ચાહકોએ કહ્યું હતું કે તેમને પ્રિયંકા પર ગર્વ છે.

    પ્રિયંકાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું તમારી સામે 'સોના'ને રજૂ કરીને ઘણી જ ખુશ છું. ન્યૂ યોર્ક સિટીમાં એક નવી રેસ્ટોરાં, અહીંયા મેં ઇન્ડિયન ફૂડ માટે મારો પ્રેમ નાખ્યો છે. 'સોના' તે ઇન્ડિયન ફ્લેવર્સનું પ્રતીક છે, જેમની સાથે હું મોટી થઈ છું. મારી આ રેસ્ટોરાંનું કિચન શૅફ હરિ નાયક સંભાળશે. તે ઘણાં જ ટેલેન્ટેડ છે. તેમણે ઘણું જ સ્વાદિષ્ટ તથા ઈનોવેટિવ મેન્યૂ તૈયાર કર્યું છે. જે તમને આ શાનદાર દેશની ફૂડ જર્ની પર લઈ જશે.'

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં હોલિવૂડની બે ફિલ્મમાં જોવા મળશે. પ્રિયંકા 'ટેક્સ્ટ ફોર યુ' તથા 'મેટ્રિક્સ 4'માં જોવા મળશે. 'ટેક્સ્ટ ફોર યુ' આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત સેમ હ્યુગન તથા સેલીન ડાયોન લીડ રોલમાં છે. જ્યારે 'મેટ્રિક્સ 4'માં કિયાનુ રીવ્સ, કેરી એન્ની મોસ તથા નીલ પેટ્રિક હેરિસ જેવા સ્ટાર્સ છે.પ્રિયંકાનાં અન્ય બિઝનેસની વાત કરીએ તો તે એક્ટિંગ ઉપરાંત પ્રોડક્શન પણ કરે છે. 'પર્પલ પેબલ્સ પિક્ચર્સ'ના નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. પોતાના આ પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રિયંકાએ 'ધ સ્કાય ઈઝ પિંક', 'ધ વ્હાઈટ ટાઈગર', 'વેન્ટિલેટર', 'સર્વન', 'પાહુના', 'ફાયરબેન્ડ', 'પાની' જેવી ફિલ્મ બનાવી છે. પ્રોડક્શન હાઉસ ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ હેર કેર પ્રોડક્ટ 'એનોમેલી' પણ લૉન્ચ કરી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ 'અનફિનિશ્ડ' બુક રિલીઝ કરી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121