બ્રિટનમાં ફસાયા પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદસાની, હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે PC.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:17:33
  • Views : 371
  • Modified Date : 2020-12-25 13:17:33

    બ્રિટિશ સરકારે કોરોનાના નવો સ્ટ્રેનને જોઈને ફરી એકવાર લોકડાઉન કરી દીધું છે. આ અગાઉ કરતાં વધુ ખતરનાક છે. આવામાં બ્રિટનમાં ટ્રાવેલ પણ બેન થયું છે. પ્રિયંકા ચોપરા અને આફતાબ શિવદસાની આ નિર્ણયને કારણે ત્યાં ફસાયા છે. રિપોર્ટ્સ મુજબ, પ્રિયંકા ચોપરા ત્યાં તેની હોલિવૂડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ કરી રહી છે.ફિલ્મમાં તેની સાથે હ્યુગન કામ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર જિમ સ્ટ્રોસ છે. એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મનું મેનેજમેન્ટ કાસ્ટ અને ક્રૂ બને એટલી ઝડપથી અમેરિકા પાછા જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.સૂત્રોએ જણાવ્યું કે પ્રોડક્શન ટીમે પ્રોડક્શન વર્ક અટકાવી દીધું છે. અત્યારે પ્રાથમિકતા કાસ્ટ અને ક્રૂને સેફ રાખવાની અને તેમને ઝડપથી અમેરિકા પરત મોકલવાની છે. સ્પેશિયલ પરમિશન લેવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ નિયમ અગાઉ કરતા વધુ કડક હોવાને કારણે સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એટલે બની શકે છે કે પ્રિયંકા અને બાકી યુનિટ થોડા સમય માટે બ્રિટનમાં જ રોકાય.

    પ્રિયંકાએ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે ફેસ શિલ્ડ સાથે હતી. તેણે જણાવ્યું હતું કે 2020માં શૂટિંગ કઈ રીતે થઇ રહ્યું છે. રોજ ટેસ્ટ થાય છે, ફેસ માસ્ક લગાવવામાં આવે છે, સ્પેશિયલ સિક્યોર ઝોનમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક શોટ પછી માસ્ક લગાવવું જરૂરી છે. તેણે કહ્યું હતું કે ખુદ સુરક્ષિત રહીને બીજાને સુરક્ષિત રાખો અને પોતાનું કર્તવ્ય નિભાવો. પોઝિટિવ રહો અને ટેસ્ટ નેગેટિવ આવે.

    ટ્રાવેલિંગ કરનારો આફતાબ પણ બ્રિટનમાં ફસાઈ ગયા છે. તે તેની પત્ની અને દીકરી સાથે ઇંગ્લેન્ડ ગયા હતા. તેને ભારત આવીને પોતાના હોમ પ્રોડક્શન સાથે કામ શરૂ કરવાનું હતું. તેમણે કહ્યું કે નવા પ્રોજેક્ટની ડેટને લઈને વાત ચાલી રહી છે, જોકે આ પ્રોજેક્ટ જાન્યુઆરી પહેલાં શરૂ નહીં થઇ શકે. ક્રિસમસ પ્લાન વિશે તેણે કહ્યું હતું કે અમે લોકો સાર્વજનિક જગ્યાઓ પર નહીં જઈએ કારણકે દીકરી હજુ નાની છે. અમે કોઈ જોખમ લેવા ઇચ્છતા નથી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138