વડાપ્રધાન મોદી 2-4 નવેમ્બર દરમિયાન થાઈલેન્ડની યાત્રા કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 13:00:20
  • Views : 351
  • Modified Date : 2019-11-01 13:00:20

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2-4 નવેમ્બર દરમિયાન થાઈલેન્ડની યાત્ર કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી આસિયાન-ભારત, પૂર્વ એશિયા અને રિજીયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમીક પાર્ટનરશીપ(આરસીઈપી) શિખર સંમેલનમાં ભાગ લેશે, તેમ વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું છે.વિદેશ મંત્રાલયના કહેવા અનુસાર, થાઈલેન્ડના વડાપ્રધાનના નિમંત્રણને પગલે નરેન્દ્ર મોદી બેંગકોક જઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આરસીઈપી સંલગ્ન મુદ્દાઓની ગૂંચવણ ઉકેલવા ચર્ચા થશે.રિજીયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમીક પાર્ટનરશીપ(આરસીઈપી)માં 10 આસિયાન સમૂહના દેશમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપુર, થાઈલેન્ડ, ફિલીપાઈન્સ, લાઓસ અને વિયેટનામ સામેલ છે. ઉપરાંત છ એફટીએ ભાગીદાર સામેલ છે, જેમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

 

Download Our B K News Today App



Related News