પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 13:02:19
  • Views : 218
  • Modified Date : 2022-10-09 13:02:19

     

 પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.જેમાં આજે ૯મીના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી મોઢેરા રવાના થશે. સાંજે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે, બાદમાં મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરના દર્શન તેમજ વિશેષ આરતીમાં ભાગ લેશે. સાંજે સાત કલાકે મોઢેરા સુર્ય મંદિર પહોંચશે. જ્યાં કાર્યક્રમ પતાવીને રાતના રાજભવન રોકાણ કરશે.બીજા દિવસે સવારે આમોદ પહોંચીને જનસભાને સંબોધશે, આમોદથી આણંદ પહોંચશે, જ્યાં શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ મોદી આણંદથી અડાલજ પહોંચશે જ્યાં અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી જામનગર રવાના થશે, જ્યાં સાંજે જનસભાને સંબોધન કરશે. જામનગરમાં જ પ્રધાનમંત્રી મોદી રાત્રિરોકાણ કરશે.ત્રીજા દિવસે સવારે નવ કલાકે જામનગરથી પ્રધાનમંત્રી જામકંડોરણા જવા રવાના થશે, જ્યાં જનસભાને સંબોધન કરશે. જ્યાંથી તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદની સીવીલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે. સાંજે ચાર કલાકે મોદી અમદાવાદથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

Download Our B K News Today App



Related News