વડાપ્રધાન મોદી મહેસાણા ખાતે રૂ.૨૮૯૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 11:33:30
  • Views : 246
  • Modified Date : 2022-10-08 11:33:30

    તારીખ ૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.૨૮૯૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યોમાં રૂ.૫૧૧ કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (૫૩.૪૩ કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (૬૮.૭૮ કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.૩૩૬ કરોડના ખર્ચે ર્ંદ્ગય્ઝ્ર-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-ડોલ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ  થાય છે. કુલ મળીને રૂ.૧૧૪૫.૬૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.રૂ.૧૧૮૧.૩૪ કરોડના ખર્ચે દ્ગૐ-૬૮ ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું ૪ લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.૩૪૦ કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.૧૧૦ કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.૧૦૬ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.૧૭૪૭.૩૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.૨૮૯૩.૦૨ કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જ

Download Our B K News Today App



Related News