વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો, સર્વધર્મ પ્રાર્થના શરૂ; એક સાથે 1224 સાંસદ બેસી શકશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-10 14:09:49
- Views : 359
- Modified Date : 2020-12-10 14:09:49
દેશના ઈતિહાસમાટે આજે મહત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરી રહ્યા છે. નવા સંસદ ભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. સર્વધર્મ પ્રાર્થના અંતર્ગત સંસદ ભવનનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંસદ ભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં ઘણી મોટી સેલિબ્રીટીઓ હાજર રહી છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપચિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથ સિંહ અને અન્ય ઘણાં કેન્દ્રીય મંત્રીઓ કાર્યક્રમ સ્થળ પર હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તેમાં હિન્દુ, સિખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી. લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થતાં આપણે સંસદભવનમાં બંને ગૃહોનાં સેશનની શરૂઆત કરીશું.
નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્યો એકસાથે બેસી શકશે. નવા સંસદભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર છેલ્લો નિર્ણય ન સંભળાવવામાં આવે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ, નવા ભવનમાં સંસદસભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેથી સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. એને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.
હાલનું સંસદભવન સૈકા જૂનું હોવાથી એેમાં મરામતની બહુ આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું અનિવાર્ય છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય એવી પ્રાથમિકતા આપવામાં આવી છે. 1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે. આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રીડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 72
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 89
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 116
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 67
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 94
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 97
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 81
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 84



