વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે ઉદ્યોગપતિ રતન ટાટાની નિયુક્તી કરી

  • Published By :
  • Published Date : 2022-09-21 16:38:53
  • Views : 287
  • Modified Date : 2022-09-21 16:38:53

મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સિતારમન પણ હાજર રહ્યા હતા.આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ નવા ટ્રસ્ટીઓનુ સ્વાગત કર્યુ હતુ. સાથે સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા છે.અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયુ છે. જેમાં પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. 2020ના કોરોના કહેર વખતે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, નવા ટ્રસ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્રસ્ટની કાર્યપ્રણાલીને બહોળો દ્રષ્ટિકોણ મળશે. ટ્રસ્ટીઓનો જાહેર જીવનમાં વ્યાપક અનુભવ આ કેર ફંડને વધારે જવાબદાર બનાવશે.પીએમ કેર ફંડમાં જમા થયેલી રકમ 2020-21માં 10000 કરોડ પર પહોંચી હતી અને તેમાંથી 1392 કરોડ રુપિયાની કોરોના વેક્સીન ખરીદવામાં આવી હતી તેમજ લોક કલ્યાણ માટે બીજા 1000 કરોડની ફાળવણી કરાઈ હતી.

Download Our B K News Today App



Related News