વરુણ-નતાશાના લગ્નની તૈયારીઓ શરૂ, પરિવાર અલીબાગ જવા રવાના થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:40:19
  • Views : 389
  • Modified Date : 2021-01-22 13:40:19

    વરુણ ધવન તથા નતાશા દલાલ 24 જાન્યુઆરીના રોજ લગ્ન કરવાના છે. નતાશા દલાલ પોતાના પરિવાર સાથે આજે, 22 જાન્યુઆરીના રોજ મુંબઈથી અલીબાગ રવાના થઈ છે. નતાશાની સાથે તેના પેરેન્ટ્સ તથા મિત્રો છે. નતાશાએ વ્હાઈટ જમ્પસૂટ પહેર્યો હતો. વરુણ ધવનનો પરિવાર પણ અલીબાગ રવાના થયો છે. જોકે, વરુણ ધવન જોવા મળ્યો નથી.નતાશા દલાલે પોતાની કારમાં વેડિંગ આઉટફિટ મૂકાવ્યા હતા. નતાશા દલાલે પોતાના બ્રાઈડલ વેર જાતે તૈયાર કર્યા છે. વરુણ ધવન ફેશન ડિઝાઈનર કુનાલ રાવલના ડિઝાઈનર આઉટફિટ પહેરશે. થોડાં દિવસ પહેલાં જ ધવન પરિવાર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જોવા મળ્યો હતો અને તેમણે અહીંયાથી શોપિંગ કર્યું હતું.

    વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન, ભાભી જાન્વી દેસાઈ, ભત્રીજા નિયારા તથા ડ્રાઈવર એક કારમાં જોવા મળ્યા હતા. બીજી કારમાં ડેવિડ ધવન પત્ની કરુણા સાથે જોવા મળ્યા હતા. જોકે, પરિવાર સાથે વરુણ ધવન જોવા મળ્યો નહોતો. વરુણ ધવનના કાકા અનિલ ધવન અલીબાગ રવાના થયા છે. તેઓ મઝગાંવથી જેટીમાં બેસીને અલીગબાગ ગયા હતા.સૂત્રોના મતે, મુંબઈમાં વરુણ-નતાશાના લગ્નનું પહેલું ફંક્શન યોજાયું હતું. આ પહેલું ફંક્શન ચુંદડી ઓઢાડવાનું હતું. આ સેરેમનીમાં ધવન પરિવારના સભ્યો દલાલ પરિવારના ઘરે ગયા હતા. તેઓ જ્વેલરી, સ્વીટ્સ, ગિફ્ટ તથા નતાશા માટે લાલ રંગના આઉટફિટ લઈને આવ્યા હતા. વરુણ ધવનની માતાએ લાલ રંગની ચુંદડી નતાશાના માથે ઓઢાડી હતી.

    વરુણ ધવનના પ્રી વેડિંગ ફંક્શન 22 જાન્યુઆરીથી અલીબાગમાં શરૂ થશે. સૌ પહેલાં સંગીત સેરેમની, મહેંદી સેરેમની કોકટેલ પાર્ટી, વેડિંગ તથા બે રિસેપ્શન યોજાશે. વરુણ ધવન તથા નતાશા રાતના નહીં પરંતુ બપોરના સમયે લગ્ન કરશે તેવું માનવામાં આવે છે.

    વરુણ તથા નતાશાના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત સંગીત સેરેમનીથી થશે. સેરેમનીમાં વરુણ ધવનના ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થશે, જેમાં સારા અલી ખાન, કરન જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહન્વી કપૂર-ખુશી કપૂર, જેકી ભગનાની, કેટરીના કૈફ, નીતુ સિંહ, કિઆરા અડવાણી, અનિલ કપૂર, રેહા કપૂર, હર્ષ વર્ધન કપૂર, શશાંક ખૈતાન, સલમાન ખાન હાજર રહેશે. વરુણ ધવનની ક્લોઝ ફ્રેન્ડ સોનમ કપૂર લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. હાલમાં તે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કોવિડ 19ની સરકારી ગાઈડલાઈનને કારણે લગ્નમાં 200 મહેમાનો સામેલ થશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140