દીપિકા પાદુકોણના માતા-પિતા-બહેન પોઝિટિવ, પપ્પા પ્રકાશ પાદુકોણ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 15:31:29
  • Views : 863
  • Modified Date : 2021-05-04 15:31:29

    લિજેન્ડરી ઈન્ડિયન બેડમિન્ટન પ્લેયર તથા બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ કોવિડ 19 પોઝિટિવ છે. હાલમાં તેઓ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ છે. તેમની તબિયત સુધારા પર છે.

    65 વર્ષીય પ્રકાશ પાદુકોણને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી શક્યતા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, 'લગભગ 10 દિવસ પહેલાં પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની (ઉજ્જાલા), તેમની બીજા નંબરની દીકરી (અનિષા)માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.'વધુમાં વિમલ કુમારે કહ્યું હતું, 'ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે, પ્રકાશ પાદુકોણને તાવ મટતો જ નહોતો. શનિવાર, 1 મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.'

    વિમલ કુમારે આગળ કહ્યું હતું, 'હાલમાં પ્રકાશ પાદુકોણ એકદમ ઠીક છે અને તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે અને તેઓ પણ રિકવર થઈ રહ્યાં છે. પ્રકાશ પાદુકોણને 2-3 દિવસમાં રજા આપવામાં આવશે.'

    1980માં ઓલ ઈગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પ્રકાશ પાદુકોણ પહેલા ભારતીય હતા, જેમણે આ ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ તેમણે ડેન્માર્ક ઓપન, સ્વેડિશ ઓપન સહિતની કેટલીક ટૂર્નામેન્ટ જીતી હતી. 1991માં તેઓ રિટાયર થયા હતા. 1993-1996 સુધી તેઓ ઈન્ડિયન ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા.પ્રકાશ પાદુકોણને બે દીકરીઓ છે, જેમાં દીપિકા પાદુકોણ મોટી છે અને અનિષા નાની છે. દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ છે, જ્યારે અનિષા ગોલ્ફર છે. દીપિકા પાદુકોણ કોરોના કાળમાં મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138