કોંગી માટે પ્રિયંકા ગાંધી વાઢેરા પ્રચાર નહી કરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:52:35
  • Views : 391
  • Modified Date : 2019-09-27 11:52:35

વિધાનસભા સીટ પર ૨૧મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી યોજાનાર છે. જા કે હજુ સુધી જે માહિતી મળી છે તે મુજબ પ્રિંયંકા ગાંધી વાઢેરા કોઇ પણ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરનાર નથી જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં હતાશાનુ મોજુ ફરી વળ્યુ છે. હજુ સુધી તમામ રાજ્યોમાં પ્રભારી જારદાર રીતે પ્રચાર કરવામાં વ્યસ્ત રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાઢેરા કેમ પ્રચાર કરનાર નથી તેને લઇને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોંગ્રેસી કેટલાક નેતાઓ જારદાર તર્ક આપી રહ્યા છે. કેટલાંક કોંગ્રેસી નેતાઓનુ માનવુ છે કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી હતી. જેના કારણે પેટાચૂંટણીની કેટલીક સીટો જેના પર કોંગ્રેસની સ્થતી સારી દેખાઇ રહી નથી. જેના કારણે કોંગ્રેસના મોટા નેતાઓ પ્રિયંકા ગાંધી વાઢેરાને પ્રચારથી દુર રાખવા માટે ઇચ્છુક છે. ઉત્તરકપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ છે કે કોંગ્રેસના ટોપ નેતાઓ ક્યારેય પણ પેટાચૂંટણીમાં પ્રચાર માટે પહોંચતા નથી. આ વખતે પણ આવનાર નથી. માત્ર પ્રદેશના નેતાઓ જ પેટાચૂંટણીમાં પ્રચાર કરનાર છે. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં પ્રચાર કરનાર નથી તે સંબંધમાં વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશીદ આલ્વીએ કહ્યુ છે કે જા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં પ્રચાર કરશે તો અમે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાધી અને રાહુલ ગાંધીને પ્રચાર કરવા માટે કહીશુ. કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે પેટાચૂંટણીમાં સ્થાનિક નેતાઓ પુરતા પ્રમાણમાં પ્રચાર માટે ઉતરી જનાર છે. બીજી બાજુ ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા શાહનવાજ હુસૈને કહ્યુ છે કે રાહુલ ગાંધી નથી. પ્રિયંકા ગાંધીને યુપી પરિણામને લઇને માહિતી છે. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે.

Download Our B K News Today App



Related News