રાહુલ આજે ઉત્તર ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવા સુસજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:37:31
  • Views : 464
  • Modified Date : 2019-04-21 05:37:31

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પુરી તાકાત લોકસભા ચૂંટણીને લઇને લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી હવે આવતીકાલે રવિવારના દિવસે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બે જગ્યાએ પ્રચાર કરનાર છે. રાહુલ મહેસાણા, પાટણ,
બનાસકાઠા તેમજ સાબરકાઠા લોકસભા સંસદીય ક્ષેત્રના મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરનાર છ.ે રાહુલે પણ ગુજરાતમાં મોદીની જેમ એકપછી એક સભા કરી છે.
 બનાસકાઠામાંથી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથી ભટોળ છે. જ્યારે મહેસાણા બેઠક પર એજે પટેલને , સાબરકાઠામાં રાજેન્દ્ર ઠાકોરને અને પાટણમાં જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ
ગાંધી પણ અનેક રેલીઓ કરી ચુક્યા છે. જેમાં રાહુલે ભાવનગરમાં રાજુલા રોડ પર અને શુક્રવારના દિવસે
પોરબંદરના વંથલી તેમજ ભુજમાં સભા કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારના દિવસે બારડોલી લોકસભા ક્ષેત્રના ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં રેલી કરી ચુ્‌ક્યા છે. તેમની એકપછી એક સભા થઇ રહી છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસ તરફી માહોલ બનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારમાં રાહુલ ગાંધીએ હજુ સુધી મુખ્ય રીતે રાફેલ, ખેડુતોની લોન માફી અને ન્યાય યોજનાની વાત કરી છે.

Download Our B K News Today App



Related News