'પોન્નિયિન સેલ્વન 1'ની 10 દિવસમાં 200 કરોડથી વધુની કમાણી,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-10 12:39:33
  • Views : 332
  • Modified Date : 2022-10-10 12:39:33

    સામ્રાજ્ય પર આધારિત ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 1'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 30 સપ્ટેમ્બરે જ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ધૂમ કમાણી કરી છે.ફિલ્મે શુક્રવાર, 7 ઓક્ટોબરના રોજ ભારતમાં 9.35 કરોડની કમાણી કરી હતી. અલબત્ત, ફિલ્મના હિંદી વર્ઝને એક કરોડ કરતાં પણ ઓછી કમાણી કરી હતી. શનિવાર, 8 ઓક્ટોબરના રોજ કમાણીમાં વધારો થયો હતો. ભારતમાં 14.9 કરોડનું કલેક્શન કર્યું હતું અને હિંદી વર્ઝને 1.71 કરોડ કમાયા હતા.ફિલ્મે 9 દિવસમાં ભારતમાં 199.85 કરોડનું કલેક્શન કર્યું છે. આજે એટલે કે 9 ઓક્ટોબરે ફિલ્મ ભારતમાં 200 કરોડની કમાણી કરશે તે નક્કી છે. 9 ઓક્ટોબર, રવિવારે એડવાન્સ બુકિંગ 8.83 કરોડનું થયું હતું.ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સારી કમાણી કરી છે. ફિલ્મે વર્લ્ડવાઇડ 350 કરોડથી વધુની કમાણી કરી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139