પોલિટિકલ ડ્રામા : ઠાકરેની અપીલ છતાં શિવસેનાના નાક નીચેથી વધુ 5 ધારાસભ્યો 'ઊડી ગયા', પાર્ટી નિષ્ફળ કે પછી કોઈ રણનીતિ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:27:33
  • Views : 231
  • Modified Date : 2022-06-23 11:27:33


પોલિટિકલ ડ્રામા :  ઠાકરેની અપીલ છતાં શિવસેનાના નાક નીચેથી વધુ 5 ધારાસભ્યો 'ઊડી ગયા', પાર્ટી નિષ્ફળ કે પછી કોઈ રણનીતિ ?


મહારાષ્ટ્રનું રાજકારણ દિવસ જાય તેમ ગરમાતુ જાય છે. મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. ગઇકાલે મુંબઇની હોટલમાં શિવસેનાના 19 ધારાસભ્યો હતા જે હાલમાં માત્ર 14 ધારાસભ્યો જ હાજર છે. જે પરથી શિવસેનાના વલણને લઇને સવાલો ઉઠી રહ્યા છે કે શું શિવસેના પોતાના ધારાસભ્યોને રોકી રાખવામાં ગંભીર નથી ? અસમર્થ છે? શિવસેના સરકારના નાક નીચેથી જ 5 ધારાસભ્યો કેવી રીતે ગાયબ થઇ ગયા. ? શું શિવસેના સરકાર ગંભીરતા દાખવી નથી રહી કે પછી આ પણ એક રાજનીતિનો જ એક ભાગ છે ?


સંજય રાઠોડને ગુવાહાટી લઇ જવાયા


તો આ તરફ શિવસેનાના વધુ એક ધારાસભ્ય ગુવાહાટી જવા રવાના થયા છે. સુરતની લા મેરેડિયન હોટલથી તેઓ ગુવાહાટી જવા રવાના થયા છે. સંજય રાઠોડને ચુસ્ત સુરક્ષા વચ્ચે ગુવાહાટી લઇ જવાયા છે. 


રાજીનામાની કોઇ વિચારણા નહીં- સંજય રાઉત


મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન આપતા જણાવ્યું કે શિવસેના હજુ મજબૂત સ્થિતિમાં છે. ધારાસભ્યો કેમ ગયા તેનો ખુલાસો ટૂંક સમયમાં થશે. શિવસેનાના 17થી 18 ધારાસભ્યો ભાજપના કબ્જામાં છે. જો કે કેટલાક ધારાસભ્યોના જવાથી કોઇ ફરક નહીં પડે. અમારા ધારાસભ્યોને ઇડી પરેશાન કરી રહી છે. જો કે હાલમાં રાજીનામાની કોઇ વિચારણા ન હોવાનું સંજય રાઉતે જણાવ્યું હતું. 


રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી બેઠક


ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક 11 વાગ્યે બોલાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેના વલણ સામે NCP નારાજ છે. ઉદ્ધવે સરકારી આવાસ છોડતા NCP નારાજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેનાના મોટા નેતાની સમગ્ર મામલામાં સંડોવણીની NCPને આશંકા છે


4 ધારાસભ્યો પણ પહોંચી ચૂક્યા છે ગુવાહાટી


મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યોને ભાવુક અપીલ કરવા છતા શિવસેનાના નારાજ ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે.  આ વચ્ચે, શિવસેનાના વધુ 3 ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. તેમાંથી એક યોગેશ કદમ છે, જે દપોલી બેઠકથી શિવસેના ધારાસભ્ય છે. તેઓ રામદાસ કદમના દીકરા છે. જ્યારે અપક્ષના ધારાસભ્યનું નામ ચંદ્રકાંત નિંબા પાટિલ છે, જે જલગાંવથી ધારાસભ્ય છે. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચતા શિવસેનાની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે.


વધુ ત્રણ બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જશે


આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. જણાવાય રહ્યું છે કે, મુંબઈમાં પણ શિંદેના સમર્થક 3 ધારાસભ્ય હાજર છે. જો દાવા અનુસાર, ધારાસભ્ય શિંદેના પક્ષમાં જાય છે તો શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 પર પહોંચી જશે જ્યારે અન્ય 13 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું મનાઇ રહ્યું છે. મહત્વનું છે કે,  ગુવાહાટીની Radisson Blu હોટલમાં એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે. 


 


 


 


Download Our B K News Today App



Related News