મોદી સ્ટેડિયમમાં IPL જોવા જાવ તો બસમાં જવા પોલીસનો આગ્રહ: એક રોડ બંધ, પાર્કિંગનો લેવાશે ચાર્જ, ટોઇંગ માટે એક્શન પ્લાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 16:08:51
  • Views : 361
  • Modified Date : 2022-05-26 16:08:51

મોદી સ્ટેડિયમમાં IPL જોવા જાવ તો બસમાં જવા પોલીસનો આગ્રહ: એક રોડ બંધ, પાર્કિંગનો લેવાશે ચાર્જ, ટોઇંગ માટે એક્શન પ્લાન

PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે. જેને લઇને અમદાવાદમાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 27 અને 29 મેના રમાનારી મેચ IPLને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મેના રોજ IPL મેચમાં હાજરી આપશે. તો બીજી બાજુ PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસની અપીલ

આ અંગે ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, 'કોઇ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે ચુસ્ત વ્યવસ્થા ઊભી કરી દેવાઇ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન કરાયો છે. જનપત ટીથી મોટેરા સુધીનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે ખેલાડીઓને લઈ જવા માટેનો રોડ અલગ રહેશે.' સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. 56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઇંગ કરાશે. 23 પ્લોટ ફોર વ્હીલર, 8 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે છે. ઓનલાઇન પાર્કિંગ લેવામાં આવશે.'

IPL મેચને લઇ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં 4 ડી.આઈ.જી રેન્કના અધિકારી, ૪૭ એસ.પી, ૮૪ ડીએસપી, 03 કયુ.આર.ટી ની ટીમ, 28 એસ.આર.પી.એફ તો 28 બોમ્બ સ્કવોડ, 222 પી.આઈ, ૬૮૬ પીએસઆઈ, 3૩૪૬ કોન્સ્ટેબલ અને 824 મહિલા પોલીસ હાજર રહેશે.

1.20 લાખ લોકો IPL મેચને નિહાળશે

તમને જણાવી દઇએ કે, 27 અને 29 મેના રોજ રમાનારી IPL મેચને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લાખોની સંખ્યામાં લોકો મેચ જોવા આવશે. એકતા ગ્રાઉન્ડમાં સ્પોર્ટ એક્ટિવિટી પબ્લિક માટે મૂકવામાં આવશે. 240 પોલીસ ક્વાર્ટસનું લોકાર્પણ થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં 5 હજાર લોકો હાજર રહેશે. આ સાથે નારણપુરામાં બીજો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે કે જ્યાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ કલબનું ઉદ્ધાટન થશે. મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઇ રહેલી IPL મેચમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 1.20 લાખ લોકો આ મેચને નિહાળશે.

5000 પોલીસકર્મીઓ તૈનાત, IPL જોવા રાજસ્થાન અને મુંબઈના ક્રિકેટ રસિકો પણ અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ સ્થિત એશિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ અને ક્વોલિફાયર-2 મેચ રમાવવાની છે, ત્યારે ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈલન મેચ જોવા માટે નેતા અને અભિનેતા સહિતના VVIP લોકો આવવાના છે. જેને લઇને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મેચ પહેલાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમમાં ખડકી દેવામાં આવશે. જેમાં 5 DCP, 7 ACP, 10 PI, 15 PSI અને 5000 પોલીસકર્મી પણ તૈનાત છે. IPL જોવા માટે રાજસ્થાન અને મુંબઈના ક્રિકેટ રસિકો પણ અમદાવાદ પહોંચ્યા છે. ઉપરાંત ઓનલાઈન ટિકિટ મળવા છતાં સ્ટેડિમમાં ટિકિટ લેવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે 1 લાખની કેપેસિટીવાળું સ્ટેડિયમ હાઉસફુલ થવાની શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત IPL મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Download Our B K News Today App



Related News