પંજાબમાં મુખ્યમંત્રીના આવાસ બહાર પ્રદર્શન કરનારા મજૂરો પર પોલીસ તૂટી પડી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-01 13:39:27
  • Views : 489
  • Modified Date : 2022-12-01 13:39:27

અમેરિકા સહિત કેટલાંક પશ્ચિમી દેશો તરફથી ચાલુ આર્થિક પ્રતિબંધો વચ્ચે રશિયાએ ભારતથી ખાસ મદદ માંગી છે. અનુસાર, રશિયાએ ભારતને 500થી વધારે એવા ઉત્પાદ નિર્યાત કરવા માટે કહ્યું છે જેમાં કાર, ટ્રેન અને એરક્રાફ્ટના પાર્ટ્સ સામેલ છે. જોકે, હજુ ભારત અથવા રશિયા તરફથી આ મામલા પર કોઈ સત્તાવાર પુષ્ટી થઇ નથી. એક ખાનગી અહેવાલ અનુસાર, રશિયા તરફથી મોકલેલી લિસ્ટમાં આ સાફ નથી કે ભારત તેમાં કેટલા પ્રોડક્ટ રશિયાને નિર્યાત કરશે. જોકે ભારત સરકારના સૂત્રોએ રશિયાના આ અનુરોધને ‘અસામાન્ય’ જરૂર બતાવ્યું છે.

ભારત પણ આ મદદને તક તરીકે જોઈ રહ્યું છે. આ સોદાથી રશિયા સાથે વધતાં વ્યાપાર નુકશાનને ઓછું કરવામાં મદદ મળશે. જો કે કેટલીક કંપનીઓએ ચિંતા જતાવીને કહ્યું છે કે આ નિર્યાત પશ્ચિમી દેશોને રશિયા વિરૂદ્ધ લાગેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન થઈ શકે છે. રશિયા કાર ઇન્ડસ્ટ્રીથી જોડાયેલ એક સૂત્રના જણાવ્યા મુજબ તેમની સરકારે કાર પાર્ટસની એક લિસ્ટ સંબંધિત મંત્રાલય, એજેંસીઓ અને ભારત સહિત કેટલાંક દેશોને મોકલી છે. જોકે રશિયા ઉધોગ અને વ્યાપાર મંત્રાલય અને ભારતના વિદેશ અને વાણિજ્ય મંત્રાલએ પણ આ પર તાત્કાલિક ટિપ્પણી કરવાના ના પાડી છે.

ભારતીય સૂત્રો અનુસાર. રશિયાએ આ અનુરોધ ભારતના વિદેશી મંત્રી એસ જયશંકરના મોસ્કોના પ્રવાસથી કેટલાંક અઠવાડિયા પહેલા કર્યો હતો. એસ જયશંકર સાત નવેમ્બરના રશિયાના પ્રવાસ પર હતા. જો કે રશિયાના અનુરોધ પર ભારતે શું જવાબ આપ્યો, તેની જાણકારી નથી. મોસ્કોના પ્રવાસ પર જયશંકરે કહ્યું હતું કે દ્વિપક્ષીય વ્યાપારને સંતુલિત કરવા માટે ભારતને રશિયા સાથે નિર્યાત વધારાની જરૂર છે. હાલમાં ભારત રશિયા સાથે વ્યાપાર નુકશાનમાં ચાલી રહ્યો છે.

રશિયા ભારતને સૌથી વધારે હથિયાર આપનાર દેશ છે. જ્યારે ફાર્મા ક્ષેત્રમાં રશિયા ભારત માટે ચોથું સૌથી મોટું બજાર છે. પરંતુ તાજેતરમાં ભારત તરફથી રશિયાથી મોટા પાયે કાચું તેલ, કોલસો અને ફર્ટિલાઇઝરની ખરીદ્યા પછી વ્યાપાર સંતુલન ખરાબ થયું છે, એટલા માટે ભારત ઈચ્છે છે કે બંને દેશોની વચ્ચે સંતુલિત દ્વિપક્ષીય વ્યાપાર થાય.

રશિયા તરફથી મોકલેલી લિસ્ટ લગભગ 14 પેજની છે. આ લિસ્ટમાં કાર એન્જિનના પાર્ટસ જેમ કે પિસ્ટન, ફ્યુલ પંપ અને બોલ્ટ સહિતની ચીજો સામેલ છે. ત્યાં અન્ય પ્રોડક્ટ્સમાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના પાર્ટસ જેમ કે લેન્ડિંગ ગિયર, ફયુક સિસ્ટમ,સંચાર સિસ્ટમ, આગને નિયંત્રણમાં લેનારા સાધનો અને વિમાનના ટાયર સામેલ છે. કાચા માલવાળી લિસ્ટમાં પેપર બેગ, કસ્ટમર પેકેજિંગ બેગ અને કપડાં બનાવનાર સાધન સામેલ છે. આ લિસ્ટમાં લગભગ 200થી વધારે મેટાલર્જી (ધાતુકર્મ) પદાર્થ જેમ કે ભોજનના વાસણ અને સાયકલના પાર્ટસ વગેરે સામેલ છે.

યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત અને રશિયા વચ્ચે વેપાર ખાધ વધી રહી છે. ભારતે 24 ફેબ્રુઆરીથી 20 નવેમ્બર 2022 વચ્ચે 29 બિલિયન ડોલરની આયાત કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની છ અબજ ડોલરની આયાત કરતાં પાંચ ગણી વધુ છે. ભારતથી રશિયામાં નિકાસમાં ઘટાડો થયો છે. આ સમયગાળામાં ભારતે માત્ર 1.9 અબજ ડોલરની નિકાસ કરી છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો 2.4 અબજ ડોલર હતો. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના વિનંતી પેકેજથી આગામી થોડા મહિનામાં ભારતની નિકાસ 10 બિલિયન ડોલરને પાર થવાની ધારણા છે, જે વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરશે.અરબ ડૉલર પાર થવાની આશા છે જેમાં વ્યાપાર નુકશાનને ઓછી કરવામાં મદદ મળશે.

Download Our B K News Today App



Related News