PM આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે : 370 હટાવ્યા બાદ પ્રથમ વખત જમ્મુમાં મોદી, PM આજે પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 12:08:48
  • Views : 228
  • Modified Date : 2022-04-24 12:08:48

PM આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે : 370 હટાવ્યા બાદ પ્રથમ વખત જમ્મુમાં મોદી, PM આજે પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. કલમ 370 હટાવ્યા બાદ પીએમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. PM સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે દેશની ગ્રામસભાઓને ઓનલાઈન સંબોધન કરશે. આ કાર્યક્રમ 3 કલાક ચાલશે. આ દરમિયાન PM 20,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ પહોંચી રહ્યા છે. મોદી અહીં પંચાયતી રાજ દિવસ પર એક મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. જમ્મુના સાંબામાં વડાપ્રધાનની સભા પહેલા બ્લાસ્ટ થયો છે. આ સ્થળથી 12 કિલોમીટર દૂર વડાપ્રધાનની સભા યોજાવાની છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ એક ખેતરમાં થયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે. ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. અહીં મોદી સાંબા જિલ્લામાં યોજાનારા પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તેઓ અહીં પંચાયતના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ગ્રામસભાની બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન દેશભરમાં ગ્રામસભાઓની બેઠકનું આયોજન કરવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પીએમ રૂ. 38,082 કરોડની ઔદ્યોગિક વિકાસ દરખાસ્તોનો શિલાન્યાસ કરશે. તેમજ PM 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે જમ્મુ-શ્રીનગર ટનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

 

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા એક ખેતરમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. તે પીએમ મોદીના રેલી સ્થળથી માત્ર 12 કિલોમીટર દૂર છે. જો કે, પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પીએમ મોદી આ વિકાસ કાર્યોની ભેટ આપશે
પીએમ મોદી રૂ. 38,082 કરોડના ઔદ્યોગિક વિકાસ પ્રસ્તાવોનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ 2 હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે અને સાથે સાથે જમ્મુ-શ્રીનગર ટનલનું પણ ઉદ્ઘાટન પણ કરશે. મળતી માહિતી મુજબ મોદી દુબઈથી આવેલા રોકાણકારો સાથે ખાસ બેઠક કરવાના છે. તેઓ MR ગ્રુપ, DP Worldના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને વધુ વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરશે.

પીએમ મોદી પંચાયતના હજારો પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. તેઓ જમ્મુના સાંબા જિલ્લામાં યોજાનાર પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ દેશભરની ગ્રામસભાઓને પણ સંબોધન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચાયતના હજારો પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન વાતચીત કરશે અને પોતાના વિસ્તારમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશની તમામ પંચાયતોનું સન્માન પણ કરવામાં આવશે.

 

 

Download Our B K News Today App



Related News