વડાપ્રધાને કહ્યું- વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:38:42
  • Views : 343
  • Modified Date : 2020-12-24 12:38:42

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.મોદીએ કહ્યું- આ સંસ્થાને જે લોકોએ આ ઉંચાઇ પર પહોંચાડી છે, તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ દ્વારા આજે ભારત પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ એકોર્ડ હેઠળ યોગ્ય માર્ગ પર આગળ વધી રહ્યો છે.સ્વતંત્રતા આંદોલનનો પાયો ઘણા સમય પહેલા નાખવામાં આવ્યો હતો. આઝાદીના આંદોલન પહેલાથી ચાલતા અનેક આંદોલાંથી ઉર્જા મળી. ભક્તિ યુગમાં ભારતના દરેક ક્ષેત્રમાં સંતો, મહંતોએ દેશની ચેતના માટે અવિરત પ્રયાસ કર્યા.

    વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનનો પ્રવાહ ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ મોખરે હતો અને આ પ્રવાહ અંતર્મુખી નહોતો તે ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ બનાવતો ન હતો. તેમનું વિઝન તે હતું કે ભારતમાં જે સર્વશ્રેષ્ઠ છે તેનો વિશ્વને ફાયદો થવો જોઈએ અને વિશ્વમાં જે સારું છે, ભારત તેમાથી પણ શીખે.તમારી યુનિવર્સિટીનું નામ જ જુઓ- વિશ્વ ભારતી. મા ભારતી અને વિશ્વ સાથે સંકલન. વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન એ આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ પણ છે. આ અભિયાન ભારતના સશક્તિકરણની ઝુંબેશ છે, ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે.1921માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વભારતી એ દેશની સૌથી પ્રાચીન સેન્ટ્રલ યુનિવર્સિટી છે. મે 1951માં તેની સ્થાપના સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટેંસ તરીકે થઈ જાહેર કરવામાં આવી હતી.

  •     19 ઓક્ટોબરના રોજ મોદીએ મૈસુર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. 1916માં બનેલી આ યુનિવર્સિટી કાર્યક્રમમાં મોદીએ યુવાનોને શિક્ષણ અને દીક્ષાનો સાચો અર્થ સમજાવ્યો હતો.12 નવેમ્બરે JNUના એક કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. સ્વામિ વિવેકનંદની પ્રતિમાના અનાવરણ સમારોહમાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ નેશન ફર્સ્ટનો નારો આપતા યુવાઓને સંદેશ આપ્યો કે વિચારધારા બાદમાં છે, દેશ પહેલા છે.21 નવેમ્બરના રોજ ગાંધીનગરની દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા દિક્ષાંત સમારોહમાં 2600 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા આપતા તેમને દેશના વિકાસમાં ફાળો આપવા અપીલ કરી હતી25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા પરના કાર્યક્રમમાં ભાગ લેતા યુવાનોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશ્ય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.22 ડિસેમ્બરે મોદીએ CAA વિરુદ્ધના આંદોલન વિશે ચર્ચામાં રહેલી ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા કામોની ગણાવ્યા હતા. સાથે જ કહ્યું કે તમે કયા ધર્મમાં મોટા થયા છો, તેના કરતાં મોટી વાત એ છે કે આપણી આકાંક્ષાઓને દેશ સાથે કેવી રીતે જોડીએ.



Download Our B K News Today App



Related News