દિલ્હીમાં આજે સૌથી મોટી જંગઃ પીએમ મોદી અને પ્રિયંકાની વચ્ચે ટક્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:03:10
  • Views : 558
  • Modified Date : 2019-05-08 12:03:10

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સૌથી મોટો રાજકીય સંગ્રામ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીની સાથે જ દિલ્હીમાં પ્રચાર તો શરૂ થઈ જ ગયો હતો, પરંતુ બુધવારે એક અલગ જ રંગ જોવા મળશે. ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા એક જ દિવસે દિલ્હીમાં પોત-પોતાની પાર્ટી માટે વોટ માગવાના છે. વડાપ્રધાન મોદી જાહેર સભા સંબોધશે જ્યારે પ્રિયંકા ગાંધી રોડ શો કરવાની છે.  નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની રેલી સાંજે 5 કલાકે પ્રસ્તાવિત છે. દિલ્હી ભાજપના  રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વ્યવસાયિકો અને યુવાનો પણ હાજર રહે તેવી સંભાવના છે. પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે એનસીઆરને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ જેવા સબ-અર્બન વિસ્તારોમાંથી રામલીલા મેદાન સુધી પહોંચવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છેલોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીની સડકો પર વોટ માગવા નિકળશે. પ્રિયંકા બુધવારે દિલ્હીમાં બે રોડ શો કરવાના છે. પહેલો રોડ શો સાંજે 4.00 કલાકે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શીલા દીક્ષિત માટે અને બીજો રોડ શો સાંજે 6.00 કલાકે દક્ષિણ દિલ્હીમાં બોક્સ વિજેન્દર સિંહ માટે કરશે. આ સે આજ ની ટક્કર..

Download Our B K News Today App



Related News