PM મોદી દિવાળી પર 75,000 યુવાનોને આપશે નોકરીની ભેટ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-20 19:11:11
  • Views : 302
  • Modified Date : 2022-10-20 19:11:11

    સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીઓની જાહેરાત કરવામાં આવશે.રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે આ દિવાળીનો તહેવાર ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે તેમણે જૂનમાં જ કહ્યું હતું કે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM નરેન્દ્ર મોદી આગામી 22 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની ‘ભેટ’ પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવશે.

આ દરમિયાન, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત કેન્દ્ર સરકાર હસ્તકના અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીના નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.ઓડિશાથી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રના પીયૂષ ગોયલ, રાજસ્થાનના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર પાંડે ઉત્તરપ્રદેશ, ઝારખંડમાંથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા, બિહારમાંથી પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ રોજગાર આપવાના કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં સામેલ થશે.

વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભાગોમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ જગ્યા ખાલી છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર જગ્યાઓ છે. જેમાંથી 31 લાખ 32 હજાર જગ્યાઓ ભરવામાં આવી હતી. SSC માં 2016-17 થી 2020-21 દરમિયાન કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તેમજ RRBએ 2,04,945 લોકોની નિમણૂક કરી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી હતી.

 

 

Download Our B K News Today App



Related News