ગુજરાત આવેલા PM મોદીનું રાજ્ય સરકારને મોટું સૂચન, રમત-ગમતનો વિકાસ કરવા હવે આ કામ કરો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-03-13 12:21:24
- Views : 284
- Modified Date : 2022-03-13 12:21:24
ગુજરાત આવેલા PM મોદીનું રાજ્ય સરકારને મોટું સૂચન, રમત-ગમતનો વિકાસ કરવા હવે આ કામ કરો
ગુજરાતમાં સ્પોર્ટ્સની ઇકો-સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા માટે તાલુકા અને જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સંકુલ બનાવાઈ રહ્યાં છે, જે સરાહનીય બાબત છે તેમ જણાવતા વડાપ્રધાન
એ જણાવ્યું હતું કે, રાજ્યના વિશાળ દરિયાઈ સંસાધનને ધ્યાને રાખતા આ ક્ષેત્ર માટે પણ બીચ સ્પોર્ટ્સની સંભાવના માટે વિચારવું જોઈશે. આપ રમશો-ફિટ રહેશો તો રાષ્ટ્રનિર્માણ કરી શકશો અને ''નયા ભારત''ના સ્વપ્નને સાકાર કરી શકશો. મોદીએ ખેલને પ્રોત્સાહન આપવા વાલીઓને તેમના બાળકોને તાકીદ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખું ગામ મળીને-હાજર રહીને, કશું નહિ તો તાળીઓ દ્વારા પણ રમત રમતા યુવાઓને પ્રોત્સાહન આપી શકે છે.
અગિયારમા ખેલ મહાકુંભની શુભકામનાઓ આપવાની સાથે ઉપસ્થિત ''યુવા જોશ'' ના ઉમંગથી લહેરાતા સાગરને સંબોધિત કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો નૌજવાન હવે આસમાનને આંબવા માટે તૈયાર છે. મહાકુંભ આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા શક્તિનો મહાકુંભ છે.'' કૉરોનાકાળમાં બે વર્ષથી મુલતવી રહેલા ખેલમહાકુંભનું ચાલુ વર્ષે વધુ જોશ અને આયોજનપૂર્વકનું આયોજન કરવા બદલ વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, તેમના આ પ્રયાસોએ યુવા ખેલાડીઓને નવા જોશથી ભરી દીધા છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, મને બરાબર યાદ છે કે, 12 વર્ષ પહેલા વર્ષ-2010માં રાજ્યના મેં ખેલમહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જે સ્વપ્નોનું મેં બીજ વાવ્યું હતું; તે આજ વટવૃક્ષ બનીને વૈશ્વિક ફલક ઉપર વિસ્તરી ચૂક્યું છે. વર્ષ-2010માં 16 ખેલ, 13 લાખ ખેલાડીઓ સાથે થયેલી શરૂઆત વર્ષ-2019માં 40 લાખ ખેલાડીઓની ભાગીદારી અને 36 સ્પોર્ટ્સ, 26 પેરા-સ્પોર્ટ્સ બાદ હવે આ સંખ્યા 55 લાખ ખેલાડીઓ ઉપર પહોંચી ગઈ છે. આપણા ખેલાડીઓ કબડ્ડી, ખો-ખો, યોગાસન, સ્કેટીંગ ,ટેનિસ, ફેન્સીંગ સહિતની રમતોમાં કમાલ કરી રહ્યા છે. શક્તિ દૂત જેવી સરકારની યોજનાઓ ખેલાડીઓને સહયોગ આપી રહી છે. મને કહેતા એ આનંદ થાય છે કે, તમારા સૌના સતત-અવિરત પ્રયાસ, સાધના, તપસ્યાના લીધે ગુજરાતના લોકોએ મળીને જે સંકલ્પ લીધો હતો તે આજ દુનિયામાં તેનો પરચમ લહેરાવી રહ્યો છે.
ખેલમહાકુંભ જેવા આયોજનમાંથી નીકળતા યુવાઓ એશિયન-ઓલેમ્પિક-કોમનવેલ્થ જેવા રમતોત્સવમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. હજુ પણ અહીંથી નવી પ્રતિભા નીકળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, એક સમય હતો, જયારે ખેલજગતમાં ભારતની ઓળખ માત્ર એક-બે ખેલ પૂરતી જ માર્યાદિત હતી. જેના લીધે કેટલીક ગૌરવાન્વિત પ્રતિભાઓ પણ છુપાયેલી રહી હતી. આ પૂર્વે, સ્પોર્ટસ માટે જે પ્રાથમિકતા આપવામાં આવતી જોઈતી હતી, તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. એટલું જ નહિ, રાજકારણની માફક, સ્પોર્ટ્સમાં પણ ભાઈ-ભતીજાવાદ ઘુસી ગયો હતો અને સારા ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતાનો ભારે આભાવ હતો.
આ વમળમાંથી નીકળીને આજે ભારતની યુવાપ્રતિભા હવે નવી ઊંચાઈઓ આંબી રહી છે. દુનિયાનો સૌથી યુવા દેશ ખેલના મેદાનમાં પણ એક તાકાત બનીને ઉભરી રહ્યો છે. ટોક્યો ઓલમ્પિકમાં 07 મેડલ અને ટોક્યો પેરા ઓલમ્પિકમાં 19 મેડલ્સ જીતીને ભારતે વૈશ્વિક સ્તરે તેના પરચમ લહેરાવી દીધા છે. મને ભરોસો છે કે, ''ના હિન્દુસ્તાન ઝુકેગા, ના હિન્દુસ્તાન થકેગા''! મને મારા દેશના ખેલાડીઓ અને તેમની તપશ્ચર્યા ઉપર વિશ્વાસ છે, તેમના સપના-સંકલ્પ ઉપર ભરોસો છે. આજે હું લાખો યુવા સામે હિંમતથી કહી શકું છું કે, ભારતની યુવા શક્તિ દેશને ખુબ જ આગળ લઈને જશે.
દેશ આગામી ભવિષ્યમાં ઘણા મેડલો જીતશે તેવો આશાવાદ વ્યકત કરતા વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું હતું કે, યુક્રેનથી દેશ સલામત રીતે પરત ફરતી વેળા દેશના યુવાઓએ તિરંગાની આન-બાન-શાનને જોઈ છે. દેશ માટેની આ ભાવના મેં મેડલ પ્રાપ્ત કરી પોડિયમ ઉપર ઉભા રહી ગૌરવથી હર્ષાશ્રુ વહેવડાવતા ખેલાડીની આંખમાં જોઈ છે. જે યુવાઓ સંકલ્પ અને સમર્પણભાવથી જોડાય છે, તે દેશને દિશા આપવામાં મોટી ભૂમિકા નિભાવે છે.
મોદીએ કહ્યું કે, આજે રાજ્યના ગામ-શહેરથી લાખોની સંખ્યામાં તમે આવ્યા છો, તમારા સ્વપ્નોને પુરા કરવા તમે દિન-રાત મહેનત કરી રહ્યા છો, તમારા સ્વપ્નમાં હું તમારું , રાજ્ય અને દેશનું ભવિષ્ય જોઈ રહ્યો છું. ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ-અપ, સ્ટેન્ડ-અપ, વોક્લથી લોકલ તથા મેક ઈન ઇન્ડિયાથી મેડ ઈન ઇન્ડિયા સહિતની યોજનાઓ થકી ''નયા ભારત''ના તમામ અભિયાનનોની જવાબદારી દેશના યુવાએ ઉઠાવી છે. આજે સોફ્ટવેરથી સ્પેસ, ડિફેન્સથી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ, પ્રત્યેક ફિલ્ડમાં ભારતનો દબદબો છે. દુનિયા ભારતને એક મોટી શક્તિના સ્વરૂપમાં જોઈ રહી છે, તેમ મોદીએ ઉમેર્યું હતું.
ખેલના મુખ્ય ગુણધર્મોને યાદ કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ખેલ એ ખેલદિલી વધારે છે. જે ખેલે તે જ ખીલે છે. યુવાઓને સલાહ આપતા મોદીએ કહ્યું હતું કે, સફળતા માટે કોઈ શોર્ટકટ ન શોધશો. આ અલ્પજીવી રસ્તો છે. સફળતાનો એક જ મંત્ર છે ; લોન્ગ ટર્મ પ્લાનિંગ એન્ડ કન્ટિન્યુઅસ કમિટમેન્ટ. રોકાયા વિના, થાક્યા વગર, ઝૂક્યા વગર રમવું. આ ભાવનાના લીધે જ દેશ આગળ વધી રહ્યો છે. આપ પણ સતત પરિશ્રમથી જ આગળ વધો. 360 ડિગ્રી પરફોર્મ કરી ટીમવર્કથી આગળ વધો. ભારતમાં ખેલને સફળતાનાં શિખર ઉપર પહોંચાડવા માટે 360 ડિગ્રી ટીમવર્કની જરૂર છે. આ માટે દેશ પણ હોલિસ્ટિક અપ્રોચથી કામ કરી રહ્યો છે.
પહેલા યુવાઓને તક મળતી નહોતી, અમે દેશની પ્રતિભા ઓળખી તેમને સહયોગ આપવાનું શરુ કર્યું છે. છેલ્લા 7-8 વર્ષમાં સ્પોર્ટ્સ બજેટ 70% વધારવામાં આવ્યું છે. ખેલાડીના ભવિષ્યની ચિંતા દૂર કરવા માટે તેમને મળનારા પ્રોત્સાહન ઇનામ અને અનુદાનની રકમ વધારી છે. આ કારણે પછાત અને આદિવાસી વર્ગથી પણ ખેલાડીઓ આવી રહ્યા છે. ખેલને હવે સહજ સ્વીકૃતિ મળતા સમાજની માનસિકતા બદલાઈ રહી છે. હવે સ્પોર્ટ્સમાં કારકિર્દીનો મતલબ ખેલમાં નંબર -1 બનવું જ નહિ, પરંતુ કોચ, સ્પોર્ટ્સ સોફ્ટવેર, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, રાઇટિંગ, ટ્રેનિંગ, ડાયટિશિન, ફિઝિયોથેરાપી જેવા આનુષંગિક ફિલ્ડને પણ કેરિયર તરીકે આપનાવી શકાય છે. આ માટે દેશમાં પ્રોફેશનલ સંસ્થાઓ ઉભી થઈ રહી છે. આ માટે જ વર્ષ-2018મા મણિપુર નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થપાઈ છે, જયારે ઉત્તરપ્રદેશમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી ઉભી થઇ રહી છે. હરિયાણાના આઈઆઈએમ- રોહતકમાં સ્પોર્ટ્સના પીજી પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો ગુજરાતની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટેના ઉત્તમ સ્થળો છે.
આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજથી 12 વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ રમતગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનું જે સપનું જોયું હતું તે તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે અને 2010માં 13 લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે 55 લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રમત-ગમતના બદલાયેલા પરિદ્રશ્ય અંગે વાત કરતાં કહ્યું કે, આજે ગુજરાતમાં રમતગમત એ ઈત્તર પ્રવૃત્તિ નથી રહી, પરંતુ તે વે ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની રીત બની ચૂકી છે અને નાગરિકના સર્વાંગી વિકાસનું સાધન બની ચૂકી છે.તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં બાળકો અને યુવાનો હવે રમતગમતને શોખ ઉપરાંત વ્યવસાય તરીકે પણ પસંદ કરી રહ્યા છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં રાજ્યના રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સમક્ષ સંકલ્પશક્તિની તાકાતનું શું હોય છે, તેનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે અને દેશના પ્રત્યેક નાગરિકને વિકાસ માટેના અવસર પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતતી માંડીને મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા મુવમેન્ટ જેવા શ્રેણીબદ્ધ પ્રકલ્પો થકી દેશના યુવાનો પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે. તેમણે કહ્યું કે, સંકટગ્રસ્ત યુક્રેનમાંથી ભારતના વિદ્યાર્થીઓને હેમખેમ ભારત પરત લાવીને ભારતના પ્રધાનમંત્રીએ મજબૂત નેતૃત્વનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2002 પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે 24એ પહોંચી છે. તેમણે રાજ્યમાં 44 સ્પોર્ટ્સ સ્કુલ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભના 11-મા સંસ્કરણના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ભવ્યાતિભવ્ય શુભારંભના પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ તથા મોટા પ્રમાણમાં ખેલપ્રેમીઓ, કોચ અને કલાકારો જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ રાજ્યની વર્ષ-2022-27ની ખેલકૂદ નીતિનું ડિજિટલ અનાવરણ કરાવ્યા બાદ ખેલ મહાકુંભનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 156
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 134
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 99
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 150
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75



