પીએમ મોદીને મળેલી 2700 ગિફ્ટની ઓનલાઇન હરાજી શરુ, કિંમત 200 રૂપિયાથી અઢી લાખ રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 14:16:03
  • Views : 486
  • Modified Date : 2019-09-16 14:16:03

પીએમ મોદીને દેશ-વિદેશમાંથી ભેટ મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમને મળેલી 2700 ભેટની ઓનલાઇન હરાજી શરુ થઈ ગઈ છે. આ ગિફ્ટને તમે www.pmmementos.gov.in વેબસાઈટ પરથી ખરીદી શકો છો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે આ પ્રદર્શન અને ઈ-નીલામીનું શનિવારે ઉદ્ઘાટન કર્યું. આ તમામ ભેટની કિંમત 200 રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધી રાખેલી છે.આ સ્મૃતિ ચિન્હોમાં 576 શાલ, 964 કપડાં, 88 પાઘડી અને અલગ-અલગ જેકેટ સામેલ છે. તો બીજી તરફ પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ઈ-હરાજીથી મળનારી રકમને કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાનની 'નમામિ ગંગે' પરિયોજનામાં વપરાશે.આની પહેલાં જાન્યુઆરી મહિનામાં 1800 ગિફ્ટનું ઓક્શન રાખવામાં આવ્યું હતું. આ બધી ગિફ્ટને ઓનલાઇન માધ્યમથી વેચવામાં આવી હતી. આ ઓક્શન 15 દિવસ સુધી ચાલ્યું હતું. ઓક્શનમાં આવેલી રકમને 'નમામિ ગંગે' પરિયોજનામાં દાન કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News