મોદી આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 16:37:34
  • Views : 495
  • Modified Date : 2019-05-25 16:37:34

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે 16મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હતા.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણી 2019માં એકલા હાથે 303 બેઠક પર જીત હાંસલ કરી છે, જ્યારે એનડીએને 352 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસને 52 સીટ મળી છે. પ્રચંડ જીતની સાથે ભાજપે નવી સરકાર બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા તરીકે ઔપચારિક રીતે ચૂંટવામાં આવશે. આ માટે ભાજપના ચૂંટાયેલા સાંસદોને દિલ્હીમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદી રાષ્ટ્રપતિને સાંસદોની યાદી સોંપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ દરમિયાન મોદીએ કહ્યુંકે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની પ્રચંડ જીત બાજ માતાના આશીર્વાદ લેવા રવિવારે ગુજરાત જઈશ. મોદી સોમવારે તેના સંસદીય વિસ્તાર વારાણસી પણ જશે.

Download Our B K News Today App



Related News