PM બોરિસ જોનસન ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હશે, G-7 સમિટ માટે PM મોદીને આમંત્રિત કર્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 16:39:21
  • Views : 370
  • Modified Date : 2020-12-15 16:39:21

    બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે ખુશીની વાત છે. આ સાથે PM જોનસનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી વર્ષ બ્રિટનના નેતૃત્વ હેઠળ યોજાનાર G-7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યુ છે.ડોમિનિક રાબ સોમવારે ચાર દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી કે મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચેની મુલાકાતનો એજન્ડો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીત કરવાનો છે.

Download Our B K News Today App



Related News