જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 13:32:00
  • Views : 471
  • Modified Date : 2019-06-07 13:32:00

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે, આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ લસ્સીપોરોમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે, અને ત્રણ એકે-47 જપ્ત કરી છે. હાલમાં આ વિસ્તારમાં પુરજોશથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.ગુરુવારે સાંજે લસ્સીપોરાના એક ગામમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતું, આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ અને અથડામણ શરૂ થઇ ગઇ હતી.આતંકીઓમાંથી એકને ગુરુવારે ઠાર માર્યો હતો, વળી ત્રણ આતંકીઓને સવારે કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. પંજરન ગામમાં લસ્સીપોરા વિસ્તારમાં અથડામણ સ્થળથી શુક્રવારે હથિયારોનો મોટો જથ્થો અને મૃતદેહો મળી આવ્યા હતા. હાલમાં તેમની ઓળખ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Download Our B K News Today App



Related News