બે યુવક પર પડ્યો અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનો પિલર, રાજસ્થાનના ભરતપુરની શૉકિંગ ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 12:16:43
  • Views : 301
  • Modified Date : 2020-12-17 12:16:43

    રાજસ્થાનના ભરતપુરમાં રસ્તા પર ચાલીને જતાં બે યુવક પર અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનો પિલર પડ્યો છે. ત્રીજા માળેથી અચાનક જ પિલર પડતાં એક યુવક અતિ ગંભીર રીતે ઘાયલ થયો છે જ્યારે બીજા યુવકને સામાન્ય ઈજા થઈ છે. 18 વર્ષીય સાબિલ અને 16 વર્ષીય ઈરફાન સોની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પિલર પડ્યો છે. માથા પર પિલર પડતાં સાબિલ તરત જ ઢળી પડ્યો હતો અને તરફડિયા મારવા લાગ્યો હતો. આ સાથે જ આસપાસના લોકો પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ દુકાનદારે મંજૂરી વગર જ ત્રીજા માળે બાંધકામ ચાલુ કરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News