ચૂંટણીમાં દેખાયેલી આ પીળી સાડીવાળી મહિલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 10:50:46
  • Views : 599
  • Modified Date : 2019-05-12 10:50:46

દેશમાં લોકસભા ઈલેક્શનના પાંચ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. આ ઈલેક્શન યોજવામાં સરકારી અધિકારી-કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોય છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલાના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, નલિની સિંહ નામની આ અધિકારીના બૂથ પર 100 ટકા વોટર્સ મતદાન કરવા પહોંચ્યા હતા. તપાસ કરવા પર માલૂમ પડ્યું કે, આ સત્ય પૂરી રીતે યોગ્ય નથી. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સાથે નજર આવી રહેલી પીળી સાડીવાળી મહિલાની તસવીરને જોતા જ ફેસબુક યુઝર્સે તેને શેર કરવાનું શરૂ કર્યું. તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવી રહ્યું છે કે, આ છે મિસીસ જયપુર નલિની સિંહ. તેઓ સમાજ કલ્યાણ વિભાગમાં છે. ઈલેક્શનમાં તેમની ડ્યુટી ઈએસઆઈ પાસે કુમાવત સ્કૂલમાં આવી હતી. તેમના બૂથ પર 98 ટકા મતદાન થયું.  તમે સમજી ગયા.



Download Our B K News Today App



Related News