ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ શકે છે જોરદાર વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 11:54:34
  • Views : 521
  • Modified Date : 2019-04-25 11:54:34

લોકસભા ચૂંટણી બાદ તમારા ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધવાની મજબૂત સંભાવના છે. જેથી સામાન્ય લોકો પર મોંઘવારીની માર પડી શકે છે.અમેરિકાએ તાજેતરમાં ભારત સહિત અન્ય દેશોને ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત કરવા માટે આપેલ છૂટની મર્યાદાને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં લગભગ 3 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે અને ભાવ 6 મહિનાની ટોચે પહોંચ્યા છે. જોકે કાચા તેલમાં તેજીનો આ ચમકારો આગળ પણ ચાલું રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કાચા તેલના ભાવ વૈશ્વિક સ્તરે 80 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા હતા. તે સમયે મુંબઈ સહિત દેશના અન્ય મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ હાલ ક્રૂડના ભાવ 74 ડોલરને પાર બોલાઈ રહ્યા છે.કાચા તેલની માગને પૂર્ણ કરવા માટે ભારત સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) અને મેક્સિકો જેવા દેશોથી ક્રૂડ ઓઇલની ખરીદ કરી શકે છે. જોકે આ માટે ભારતે ક્રૂડ તેલની ખરીદ માટે વધુ કિંમત ચૂકવી પડી શકે છે. ઉપરાંત ભારત અમેરિકા સાથે છૂટની મર્યાદાને આગળ વધારવા માટે પણ વાટાઘાટ કરી શકે છે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારતીય રિફાઇનરીઓને કાચા તેલના પર્યાપ્ત પુરવઠા માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે અન્ય પ્રમુખ તેલ ઉત્પાદક દેશોથી પુરવઠાની વધુ માગને પૂરી પાડવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News