Paytmએ લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 12:02:07
  • Views : 513
  • Modified Date : 2019-05-16 12:02:07

પેટીએમએ એક નવા પ્રકારનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ માટે કંપનીએ સિટીબેન્ક સાથે ભાગીદારી કરી છે. શોપિંગ સંબંધિત આમાં ઘણી ઓફર્સ હશે. તેને યુનિવર્સલ અનલિમિટેડ કેશબેકના નામથી પ્રચાર કરવામાં આવશે. આ ક્રેડિટ કાર્ડ મફત નથી અને આ કાર્ડ માટે તમારે દર વર્ષે 500 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ જો તમે આ કાર્ડથીએક વર્ષમાં 50,000ની શોપિંગ માટે ચૂકવણી કરશો તો તે ચાર્જ તમારા માટે ફ્રી થઇ જશે.પેટીએમ ક્રેડિટ કાર્ડ માટે તમે પેટીએમ એપ્લિકેશનથી અરજી કરી શકો છો. કંપનીએ એવો દાવો કર્યો છે કે આ ક્રેડિટ કાર્ડ સાથે અમર્યાદિત 1% કેશબેક આપવામાં આવશે. દર મહિને કેશબેક કાર્ડમાં ક્રેડિટ આપવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પેટીએમ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને શોપિંગ બિહેવિયર જોઇ આપવામાં આવશે.આ કાર્ડ પર પેટીએમ તરફથી રૂપિયા 10,000 સુધીનો પ્રોમોકોડ મળશે, પરંતુ આ માટે તમારે આ ક્રેડિટ કાર્ડ પર ઓછામાં ઓછા રૂપિયા 10,000 નો ખર્ચ કરવો પડશે. હવે ગ્રાહકોને પેટીએમ ફર્સ્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા દરેક શોપિંગ પર કેશબેક મળશે. આ ક્રેડિટ કાર્ડને સામાન્ય ક્રેડિટ કાર્ડની જેમ તમે તેને વિવિધ ખરીદી અને બિલ ચૂકવણી માટે ઉપયોગ કરી શકો છો.

Download Our B K News Today App



Related News