ડિલિવરી બોયના સપોર્ટમાં પરિણીતી ચોપરા, કહ્યું- જો તે નિર્દોષ છે તો મહિલાને સજા મળવી જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 13:55:24
  • Views : 445
  • Modified Date : 2021-03-14 13:55:24

    પરિણીતી ચોપરાએ બેંગલુરુમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાની પર થયેલા હુમલાના આક્ષેપમાં અરેસ્ટ થયેલા ડિલિવરી બોય કામરાજ અંગે ચિંતા પ્રગટ કરી છે. તેણે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને અપીલ કરીને લખ્યું છે, 'સત્યની તપાસ કરો અને તેને જાહેર કરો. જો તે વ્યક્તિ નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા અપાવવામાં અમારી મદદ કરો. આ અમાનવીય, શરમજનક તથા દિલ તોડનારું છે. પ્લીઝ મને કહો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું.'પરિણીતીએ સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, 'સત્યની તપાસ કરો. જો તે વ્યક્તિને કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે તો આવું કરનારી મહિલાને તેના દુઃખની ભરપાઈ કરવાની જરૂર છે.'

    હિતેશા ચંદ્રાનીએ 10 માર્ચના રોજ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આક્ષેપ મૂક્યો હતો કે ઓર્ડર કેન્સલ કર્યો તો ઝોમેટોના ડિલિવરી બોયે તેને નાક પર પંચ માર્યો હતો અને ભાગી ગયો હતો. આ કારણે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને તેનું હાડકું તૂટી ગયું હતું.

    બેંગલુરુ પોલીસે બુધવાર, 10 માર્ચના રોજ જ કામરાજની ધરપકડ કરી હતી. જોકે, પછી તે વાત સામે આવી તેને કારણે આખો કેસ કામરાજના પક્ષમાં જોવા મળે છે. કામરાજે કહ્યું હતું, 'ટ્રાફિકને કારણે ડિલિવરીમાં મોડું થતાં મેં પહેલાં તેની માફી માગી હતી. જોકે, તે સતત મને ધમકાવતી રહી હતી અને ઝઘડો કર્યો હતો. યુવતીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી તો મેં ભોજન પરત માગ્યું હતું. જોકે, તેણે ભોજન પરત આપ્યું નહીં. આ દરમિયાન તેણે મને ચંપલથી મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હું મારી જાતને બચાવી રહ્યો હતો, ત્યારે યુવતીનો હાથ જાતે જ તેના મોં પર વાગ્યો હતો અને તેની હાથની રિંગ તેને નાક પર વાગી હતી.'

    ડિલિવરી બોયનું નિવેદન સામે આવ્યા બાદ સો.મીડિયામાં કેટલાંક લોકોએ કામરાજનો પક્ષ લીધો હતો. યુથ અગેન્સ્ટ રેપે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું, 'અમને ખ્યાલ નથી કે તેણે તેને માર્યું કે તેણે પોતાના બચાવમાં આમ કર્યું, પરંતુ ઝોમેટોએ વાત સાંભળ્યા વગર ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ પૂરી પ્રક્રિયામાં સત્ય સામે આવ્યું નહીં. અમને શંકા છે કે તે કોર્ટમાં લડાઈ લડશે કે નહીં. સાચી વાત તો એ છે કે કોઈ પણ સત્ય જાણવા માગતું નથી.'

    કામરાજનો પક્ષ મજબૂત થતાં ઝોમેટોએ સ્પષ્ટતા કરી હતી. ઝોમેટાના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું, 'અમે દરેક કેસમાં સચ્ચાઈ જાણવા માગીએ છીએ. અમે હિતેશા તથા કામરાજ બંનેના સંપર્કમાં છીએ અને તપાસ પૂરી થવામાં સહયોગ આપી રહ્યા છીએ. અમે હિતેશાનો મેડિકલ ખર્ચ પણ ઊઠાવી રહ્યાં છીએ અને બાકી મદદ પણ કરી રહ્યાં છીએ. આ સાથે જ કામરાજને પણ મદદ કરી રહ્યાં છીએ. નિયમ પ્રમાણે, કામરાજને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અમે કામરાજનો તમામ કાયદાકીય ખર્ચ ઊઠાવી રહ્યાં છીએ. કામરાજે 26 મહિનાની કરિયરમાં 5000 ડિલિવરી કરી છે અને તેનું રેટિંગ 5માંથી 4.75 છે. જે શાનદાર છે.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121