પરિણીતીની ગાડી ફરી પાટે ચડી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:30:53
  • Views : 627
  • Modified Date : 2019-04-05 11:32:17

પરિણીતીની ગાડી ફરી પાટે ચડી રહી છેપરિણીતીચોપરાની ગાડી હવે ફરી પાટે ચાલવા લાગી છે. તેની પાસે અત્યારે ‘જબરીયા જોડી’, ‘સાઇના’, ‘ભુજ ધ પ્રાઇડ આૅફ ઇન્ડિયા’ જેવી ફિલ્મો છે. સાઇના નેહવાલની બાયોપિક ‘સાઇના’માં તે ટાઇટલ રોલ ભજવી રહી છે. અત્યારે તે તેની તૈયારી કરી રહી છે અને બહુ જલદી તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે. આવર્ષના અંતમાં તેનું શૂટિંગ પૂરું થઇ જશે. પહેલાં આ ફિ્‌લ્મ શ્રદ્ધા કપૂર કરવાની હતી, પણ તેણે તારીખોને કારણે ફિલ્મ છોડી દેતા પરિણીતીના હાથમાં આવી ગઇ. તેની આ પ્રથમ બાયોપિક બનશે. અત્યારેબાયોપિકનો જમાનો છે અને મોટા ભાગે બધી બાયોપિક ફિલ્મો સફળ થાય છે ત્યારે લીજેન્ડ ખેલાડી સાઇના નેહવાલપરની બાયોપિક કરવાનો તેને લાભ મળી રહ્યો છે જે તેના માટે લકી પુરવાર થઇ શકે છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કેસરી’માંસારાગ્રહીના યુદ્ધની કથાને બહુ સુંદર રીતે કંડારી છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય કલાકારો છે. પરિણીતી તેમાં અક્ષયનીપત્ની એટલે કે પંજાબી ગૃહિણીના પાત્રમાં છે અને તેનો રોલ નાનો છે, પણ સારો છે, કારણ કે ફિલ્મ આખી એક યોદ્ધા અને યુદ્ધ પર આધારિત છે. આથી તેમાં નાયિકાનો રોલ બહુ મોટો ન હોય તે દેખીતું છે. ફિલ્મ પણ હિટ થઇ છે. આથી એક વધુ સફળ ફિલ્મ
પરિણીતીના નામે નોંધાઇ છે.
પરિણીતી તેની આ ફિલ્મ વિશે કહે છે, ‘મારી આ ફિલ્મ એવા સમયમાં આવી છે જ્યારે દેશે થોડા સમયમાં ઘણીબધી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે. આથી અત્યારના વિકટ સમયમાં આ ફિલ્મ થોડી અસરકારક છે. અત્યારે યુવા પેઢીને જગાડવાનું કામ થઇ રહ્યું છે. આજના યુવા ધનમાં દેશ વિશે ઘણી જાગૃતિ આવીરહી છે અને આપણા મૂળીયાને તેઓ ઓળખી રહ્યા છે. કેટલીયે વાર લાગતું હતું કે દેશ વિશે તે જ લોકો સંવેદનશીલ રહી ગયા છે જેનો કોઇઇતિહાસ બન્યો હોય. જેવીરીતે મારા પિતા લશ્કરમાં હતા કે મારા દાદ-દાદી કે નાના-નાની, જે પાકિસ્તાનથી અહીં આવ્યા હતા. તે બહુ સારી વાત છે કે દેશભક્તિ હવે યુવાનોમાં પ્રવેશવા લાગી છે, પણ દુઃખદ વાત એ પણ છે કે તેની કિંમત પણ આપણે આપણા લોકોના જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. તેપછી પાણીપતની લડાઇ હોય કે સારાગ્રહીની કે કુરુક્ષેત્રની વાત કેમ ન હોય! હું અંબાલાની છોકરી છું અને તે બધી અંબાલાની આસપાસની વાર્તા છે. આથી હું તેના વિશે જાણતી હતી, પણ તમે જો આવી ફિલ્મ કરતા હોવ તો તેનાથી વધુ જાણકારી મેળવવી પડે છે.’
પરિણીતી આ ફિલ્મ સાઇન કરવા અંગે કહે છે કે મારી પાસે આ ફિલ્મ આવી તો મેં ફક્ત ૩ મિનીટમાં જતેના માટે હા પાડી દીધીહતી. મને પહેલેથી જ કરણે જણાવી દીધું હતું કે આ એક યોદ્ધા પરની વાર્તા છે આથી તું ફિલ્મનો નાનકડો હિસ્સો હોઇશ. પણ મારા માટે ‘કેસરી’ ફિલ્મ સાથે જોડાવું વધુ જરૂરી હતું. તેમાં મારા રોલની લંબાઇ માપવાની જરૂર ન હતી. કરણે મને રોલ વિશે અને મારા પર ફિલ્માવવામાં આવનારું ગીત સંભળાવ્યું હતું.
પરિણીતી સૈનિક કુટુંબમાંથી છે અને ફિલ્મ પણ દેશભક્તિની વાત કહે છે. આથી તેનામાં પણ દેશભક્તિ હોય જ તે સામાન્ય વાત છે. તેના વિશે તે કહે છે, ‘મારા માટે દેશભક્તિથી વધારે એ કામ છે, જે હું જીવી છું બાળપણથી અને બાળપણમાં. અમારું ઘર અંબાલા કેન્ટમાં હતું. ત્યાં મારા મમ્મી-પપ્પા હજુ પણ રહે છે. મેં હાલમાં જ અક્ષયને પણ આ વિશે વાત કરી હતી કે જ્યારે કારગિલની લડાઇ થઇ ત્યારે હું ફક્ત ૧૧ વર્ષની હતી અને સ્કૂલમાંથી પાછા ફરતી વખતે દર બીજા દિવસે અમારા ઘરમાંથી તે ટ્રક જોતીહતી જેમાં પેટીઓમાં બંધ ડેડ બાડી આવતી હતી. જેમ કોઇ સામાન ડિલીવર થતો હોય છે, તેવી જ રીતે તે પેટીઓ ઘરે ઘરે ડિલીવર થતી હતી. હું તે સમયે વિચારતી કે અંબાલાથી થોડે દૂર એવી સ્થિતિ હતી કે દર બીજા દિવસે તે ટ્રક આવતી અને બીજી બાજુ અમારું અને અમારાથી થોડેક જ દૂર વસતા લોકોના ઘર આરામથી ચાલી રહ્યા હતા. આ તો હું હતી કે તે પરિસ્થિતિ જોઇને સમજી શક્તી હતી. પણ કેટલાય લોકો એવાછે, જેને એ વિશે ખબર પણ નથી હોતી અને એવી સરળતાથી વાતો કરે કે હવે તો આરપારની લડાઇ થઇ જ જાય. મને આવું સાંભળીને બહુ દુઃખ થાય છે. જો આ જગ્યાએ તમારા પિતા, પુત્ર, પતિ કે ભાઇને યુદ્ધ કરવા જવું પડે તો તમે આ વાત ના બોલી શકો.’



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139