શેરબજારમાં પ્રવાહી સ્થતિ રહી શકે પરિણામ પર નજર કેન્દ્રિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 12:13:22
  • Views : 411
  • Modified Date : 2019-07-22 12:13:22

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં પાંચ મુખ્ય પરિબળોની અસર જાવા મળી શકે છે જેમાં એફએન્ડઓની પૂર્ણાહૂતિ, જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, એફઆઈઆઈ પ્રવાહ, મોનસુનની Âસ્થતિનો સમાવેશ થાય છે. તમામની નજર મોનસુનની Âસ્થતિ ઉપર કેન્દ્રિત થયેલી છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ૩૮૩૩૭ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં જુદા જુદા પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા નાણાં પરત ખેંચી લેવામાં આવ્યા છે. બજારની દિશા નક્કી કરવામાં સૌથી મોટી ભૂમિકા જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા રહેશે. મારુતિ સુઝુકી, બજાજ ઓટો, તાતા મોટર્સ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ સહિત ૨૦૦થી વધુ કંપનીઓ દ્વારા આગામી સપ્તાહમાં જૂન ૨૦૧૯માં પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના તેમના નાણાંકીય પરિણામો જાહેર કરવામાં આવનાર છે. આની દિશા પણ નક્કી કરવામાં આવશે. આરઆઈએલના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ શુક્રવારે જાહેર થયા હતા જેથી તેની અસર પણ આવતીકાલે જાવા મળશે. આરઆઈએલના નેટ નફામાં વાર્ષિક આધાર પર ૬.૮ ટકાનો વધારો થયો હતો તેની અસર હેઠળ શેરબજારમાં ઉછાળો આવી શકે છે.  એફએન્ડઓ પૂર્ણાહૂતિ ૨૫મી જુલાઈના દિવસે થશે. મોનસુનની Âસ્થતિ પણ અસર કરશે. ગ્રામિણ વિસ્તારોમાં ઓછા વરસાદથી વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉભા પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. ઉત્પાદનવાળા પટ્ટામાં ઓછા વરસાદથી સરકારની સાથે સાથે કૃષિ સમુદાય પણ ચિંતાતુર છે. હજુ સુધી ૧૭મી જુલાઈ સુધીના આંકડા દર્શાવે છે કે, વરસાદ નોર્મલ કરતા ૧૫.૮ ટકા ઓછો રહ્યો છે. સાપ્તાહિક વરસાદ સામાન્ય કરતા ૧૯.૮ ટકા ઓછો રહ્યો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે.
એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇÂક્વટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા.

Download Our B K News Today App



Related News