પંકજ ત્રિપાઠીની 'બચ્ચન પાંડે'માં એન્ટ્રી, પહેલીવાર અક્ષય કુમાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 15:12:02
  • Views : 336
  • Modified Date : 2020-12-14 15:12:02

    અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'બચ્ચન પાંડે'માં હવે પંકજ ત્રિપાઠીની પણ એન્ટ્રી થઇ ગઈ છે. પંકજ પહેલીવાર અક્ષય સાથે કોઈ ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ પહેલાં અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડિઝ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સામેલ થયા હતા. ફિલ્મમાં અક્ષય અને કૃતિ સેનન લીડ રોલમાં છે.જ્યારે કૃતિ સેનન સાથે પંકજ અગાઉ 'લુકા છુપી' ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. પંકજ અને અક્ષય બંને તેમના કોમિક ટાઈમિંગ અને અનયુઝઅલ ચોઈસ માટે જાણીતા છે. ફેન્સ આ બંને એક્ટર્સને સાથે સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. પંકજ જેસલમેરમાં આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય, કૃતિ, અરશદ અને જેકલીન સાથે જાન્યુઆરીમાં જોડાશે.

        જણાવી દઈએ કે 'બચ્ચન પાંડે' એક ગેંગસ્ટર ડ્રામા આધારિત કોમેડી એક્શન ફિલ્મ છે. તેમાં અક્ષય કુમાર ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. અરશદ વારસી ફિલ્મમાં અક્ષયના રાઈટ હેન્ડનો રોલ પ્લે કરશે. કૃતિ સેનન જર્નલિસ્ટના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી છે અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા છે. ફિલ્મની રિલીઝ ડેટ હાલ ફાઇનલ નથી. આશા છે કે આવતા વર્ષ 2021 સુધી થિયેટરમાં જ આવી જશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121