પાણી માટે તરસે છે દેશનુ આ મેટ્રો શહેર, 15 દિવસથી 50000 રેસ્ટરોન્ટો પાણી વગર બંધ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 18:14:15
  • Views : 606
  • Modified Date : 2019-07-13 18:14:15

આડેધડ અને આયોજન વગરના વિકાસના કારણે કઈ હદે ભયંકર પરિણામો આવી શકે છે તેનો અનુભવ આજકાલ દેશના મેટ્રો સિટીમાં સ્થાન પામતા ચેન્નાઈના લોકો કરી રહ્યા છે.માનવામાં ના આવે પણ ચેન્નાઈ આજે એક-એક ટીપા પાણી માટે તરસી રહ્યુ છે. ચેન્નાઈમાં જાણીતી રેસ્ટોરન્ટોએ કામના કલાકો ઘટાડી દીધા છે. રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની જગ્યાએ ઘરે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.ચેન્નાઈ હોટલ એસોસિએશનના કહેવા પ્રમાણે પાણીની તંગીના કારણે મદ્રાસમાં લગભગ 50000 હોટલો અને રેસ્ટોરન્ટો પંદર દિવસથી બંધ છે અને હજારો લોકો હાલમાં બેરોજગાર છે.ચેન્નાઈના આઈટી કોરિડોર તરીકે ઓળખાતા મહાબલીપુરમ રોડ પરની 600 કરતા વધારે આઈટી કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓએ પાણીના અભાવે પોતાના કર્મચારીઓને તાજેતરમાં જ ઘરેથી કામ કરવાના આદેશ આપી દીધા છે.સરવાળે ચેન્નાઈ શઙેરમાં પાણી લગભગ ખતમ થઈ ચુક્યુ છે. 90 લાખની વસતી ધરાવતા મહાનગરમાં નળોમાંથી પાણીનુ ટીપુ પણ નથી બહાર આવી રહ્યુ. 12000 લીટર પાણીની ટેન્કરનો 5000 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે.આ સ્થિતિ સર્જાવાનુ કારણ એ છે કે, અન્ય શહેરોની જેમ ચેન્નાઈમાં પણ પાણીના જળસ્ત્રોતને આડેધડ વિકાસની દોડમાં ખતમ કરી દેવાયા છે. ચેન્નાઈમાં 2015માં ભયંકર પુર આવ્યુ હતુ. એ પછી એક રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે, ચેન્નાઈના 650 જેટલા જળાશયો પૂરાણ કરીને મેદાનમાં ફેરવી નંખાયા છે. આ જગ્યાએ પાણીની જગ્યાએ હવે મોટી ઈમારતો જોવા મળે છે.બીજી તરફ ચેન્નાઈમાંથી પસાર થતી બે નદીઓ અડયાર અને કૂવમને પણ લોકોએ ગટર ગંગામાં ફેરવી નાંખી છે. આ બંને નદીઓના તટ પર ઝુપડપટ્ટીઓ ઉભી થઈ ચુકી છે. જેમાં રહેનારા 30 લાખ લોકો જે પણ પાણી વાપરે છે તે ગંદુ થયા બાદ ગટરમાં જવાની જગ્યાએ સીધુ નદીઓમાં જાય છે.ચેન્નાઈનો કિસ્સો બીજા શહેરો માટે લાલબત્તી સમાન છે. કારણકે ભારતમાં લગભગ દરેક શહેરની આ જ કહાની છે.

Download Our B K News Today App



Related News