જ્યારે UNHRCમાં કાશ્મીરના અધિકારીએ જ ખોલી પાકિસ્તાનની પોલંપોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 13:03:45
  • Views : 429
  • Modified Date : 2019-07-07 13:03:45

કાશ્મીરના મુદ્દા પર ભારતે ફરી એકવખત પાકિસ્તાનના જડબાતોડ જવાબ આપ્યો. ભારતના એક ડિપ્લોમેટ્સે કાશ્મીર મુદ્દા પર સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી નિંદા કરી છે. ભારતના સંયુકત રાષ્ટ્ર મિશનમાં પ્રથમ સચિવ વિમર્શ આર્યન એ કહ્યું કે ઇસ્લામાબાદની સ્વનિર્ણય (સેલ્ફ ડિટરમેનશન)ની પરિકલ્પના અસલમાં સરકાર પ્રાયોજીત સરહદ પર આતંકવાદ છે.જીનેવામાં UNHRCના 41મા સત્ર દરમ્યાન ભારતના સંયુકત રાષ્ટ્ર મિશનમાં પ્રથમ સચિવ વિમર્શ આર્યન એ પાકિસ્તાનના જુઠ્ઠા પ્રચારની નિંદા કરી. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે.સાથો સાથ તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદને સક્રિય પ્રોત્સાહનથી પેદા થાય છે. પાકિસ્તાન સરકારની નીતિ આતંકવાદને પ્રોત્સાહન આપવાની છે જેનાથી કાશ્મીરના લોકોને જીવનના અધિકારનું સતત ઉલ્લંઘન થઇ રહ્યું છે.

Download Our B K News Today App



Related News