ભગવાન રામ પર આધારિત 'અયોધ્યા કી કથા' બનાવી રહ્યા છે પહલાજ નિહલાની, યુપી સીએમને ભેટ કર્યું ફિલ્મનું પોસ્ટર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:55:33
  • Views : 355
  • Modified Date : 2020-12-24 12:55:33

    દિગ્ગ્જ ફિલ્મમેકર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ બુધવાર સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત લીધી. તેમની સાથે રાઇટર સંજય માસુમ પણ હતા. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં નિહલાનીએ જણાવ્યું કે યુપીમાં બે ફિલ્મોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક 'અયોધ્યા કી કથા' છે.પહલાજ નિહલાનીએ યુપીના સીએમને 'અયોધ્યા કી કથા'નું પોસ્ટર ભેટ કર્યું છે. યુપીના સીએમ ઓફિસના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર નિહલાની અને યોગીની મુલાકાતનો ફોટો શેર કરવામાં આવ્યો છે.ફિલ્મ 'અયોધ્યા કી કથા' ભગવાન રામ પર આધારિત હશે, જેમાં અયોધ્યાની સાંભળી ન હોય તેવી સ્ટોરી સાથે આ ઐતિહાસિક શહેરની ઝલક પણ જોવા મળશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ ફિલ્મ મારફતે યુવાનોને ભગવાન રામની પૌરાણિક સ્ટોરી મોટા પડદે જોવા મળશે.'અયોધ્યા કી કથા' સિવાય પહેલાજ નિહલાની જાન્યુઆરી 2021થી એક અન્ય ફિલ્મ 'અનાડી ઇઝ બેક'નું શૂટિંગ પણ યુપીમાં કરશે. આ ફિલ્મમાં રણદીપ હૂડા અને મિથુન ચક્રવર્તી લીડ રોલમાં છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121