પંજાબમાં ધાનની MSP 1800 રૂપિયાથી વધુ, પણ બિહારમાં 1200ના ભાવ પણ મળી રહ્યાં નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 13:35:27
  • Views : 376
  • Modified Date : 2020-12-03 13:35:27

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતોને ઘેરી લીધી છે. લાખોની સંખ્યામાં આવેલા ખેડૂત દિલ્હીને બહારના રાજ્યોથી જોડતા હાઈવે પર ધામા નાંખી ચુક્યાં છે. આ ખેડૂત કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. આ વિશાળ ધરણા પ્રદર્શનને શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચુક્યો છે. એવામાં સવાલ એ ઉઠે છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં જે આક્રોશ છે, તે બિહારના ખેડૂતોમાં કેમ જોવા મળતો નથી.બિહારનો મોકામા ટાલ વિસ્તારમાં તેમની દાળ માટે ખાસ ઓળખ ધરાવે છે. અહીંયા લગભગ એક લાખ હેક્ટર જમીન પર દાળની ખેતી થાય છે. મોકામા ટાલ વિસ્તારના ખેડૂતોએ મે 2018માં ન્યૂનતમ સપોર્ટ ભાવ માટે આંદોલન કર્યું હતું. જો કે, તેની કોઈ ખાસ અસર ન થઈ. નાલંદા, લખીસરાય, પટના અને શેખપુરા જિલ્લામાં ફેલાયેલા આ વિસ્તારના ખેડૂત માત્ર રવિ સત્ર દરમિયાન જ કઠોળ લે છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયાના ખેડૂતોને દાળના યોગ્ય ભાવ નથી મળી રહ્યાં.ટાલ વિકાસ સમિતિના સંયોજક અને મોકામા ખેતી કરનારા આનંદ મુરારીએ જણાવ્યું કે, મોકામા-ટાલ વિસ્તારમાં માત્ર રવિ સત્ર દરમિયાન દાળની ખેતી થાય છે. અમે સૌથી વધુ મસૂરની ખેતી કરીએ છીએ. વાર્ષિક દોઢ લાખ ટન મસૂરનું ઉત્પાદન અહીંયા થાય છે. વર્ષ 2015-16માં MSP 4200 અને બજારમાં મસૂરની દાળનો ભાવ 3200 રૂપિયા ક્વિન્ટલ હતો. આ વર્ષે ખેડૂતોએ 7800 રૂપિયા ક્વિન્ટલ સુધી પણ મસૂર દાળ વેચી હતી. ત્યારપછી આ ભાવ નથી મળ્યો, સતત ભાવ ઘટતા રહ્યાં.


​​​    મુરારીએ કહ્યું કે, બિહારના ખેડૂતોને ખબર નથી કે MSP શુંછે. અહીંયાના ખેડૂતો ભગવાન ભરોસે ચાલી રહ્યાં છે અને સરકાર તેમનુ શોષણ કરી રહી છે. બિહારમાં વર્ષ 2006માં MSP એક્ટ સમાપ્ત થઈ ગયો હતો. હવે ખેડૂત ખુલ્લા બજારમાં ઉપજ વેચવા માટે ટેવાઈ ગયા છે.સાથે જ સીમાંચલ વિસ્તારમાં ખેડૂતોના મુદ્દાઓ પર કામ કરતા કાર્યકર્તા વિનોદ આનંદ ઠાકુરનું માનવું છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની તુલનામાં બિહારના ખેડૂતમાં જાગૃતતાનો અભાવ છે અને તેઓ આ કૃષિ કાયદાને હાલ પુરી રીતે સમજી પણ શક્યા નથી. એવામાં બિહારના ખેડૂત અસમંજસની સ્થિતિમાં છે.પંજાબ અને હરિયાણામાં બિહારની તુલનામાં ખેડૂતો પાસે જમીન પણ વધારે છે. પંજાબમાં દરેક ખેડૂત પાસે સરેરાશ 3.62 હેક્ટર જમીન છે. જ્યાર બિહારમાં સરેરાશ જમીન 0.61 હેક્ટરની છે. બિહાર અને પંજાબમાં ખેડૂતોની આવકમાં પણ ફરક છે. બિહારમાં ખેડૂત પરિવારની સરેરાશ આવક 38 હજાર રૂપિયા વાર્ષિક છે જ્યારે પંજાબમાં તે લગભગ બે લાખ ચાળીસ હજાર રૂપિયા વાર્ષિક છે. જો કે, તેનું એક કારણ બન્ને રાજ્યોની વસતિમાં મોટો ફરક પણ છે.

    બેગૂસરાય જિલ્લાના શોકહારા ગામના રહેવાસી જય શંકર ચૌધરી એક નાના ખેડૂત છે. તેમની પાસે લગભગ ત્રણ વીઘા જમીન છે જેમાંથી અડધી જમીન પર તેઓ ખેતી કરે છે, બાકીની જમીનને ભાગમાં આપે છે.જયશંકર ચૌધરીને કૃષિ કાયદાથી કોઈ ફરક નથી પડતો. તેઓ કહે છે કે, અમે આમા એટલો રસ નથી કારણ કે અમારી એટલી વધુ ઉપજ નથી થતી કે અમે મંડીમાં જઈને પાકને વેચી શકીએ.ધાનની ઉપજના યોગ્ય ભાવ ન મળવા અંગે પણ બિહારના ખેડૂતોમાં ગુસ્સો કેમ જોવા મળતો નથી અને આ સવાલ અંગે ચૌધરીએ કહ્યું કે, અહીંયા ખેડૂત સંગઠિત નથી. તેઓ જેમ તેમ કરીને પોતાનું પેટ ભરવામાં લાગ્યા છે. પેટ ભરેલું હોત તો તેમના હક વિશે પણ વિચારે. તેઓ કહે છે કે, અમારા માટે ખેતી બહુ ફાયદાનો સોદો નથી. બીજ અને ખાદ્ય મોંઘું પડે છે. સરકાર તરફથી આની કોઈ વ્યવસ્થા નથી થઈ શકતી. એવામાં મોટા ભાગના લોકો તેમની જમીન ભાગમાં આપી દે છે. અમે પણ અડધી ભાગમાં આપી દીધી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂત સૌથી વધુ મંડી કાયદામાં ફેરફાર કરવા અંગે ગુસ્સે છે. તેમનો સૌથી મોટો મુદ્દો ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરેંટી છે.વિનોદાનંદ ઠાકુરે કહ્યું કે, બિહારના ખેડૂતો આ મુદ્દાને સમજી શક્યા નથી કારણ કે બિહારમાં મંડી કાયદો 2006માં જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને હવે મોટાભાગના ખેડૂતો પાક કાપતાની સાથે જ વેપારીઓને તેમનો પાક વેચી દે છે. બિહારમાં સરહદ વિસ્તારમાં પહેલા ઘઉંની ખેતી પણ મોટા પાયે થતી હતી પણ હવે અહીંયા મકાઈની ખેતી વધુ થાય છે. મકાઈની ખેતીની સરકાર તરફથી ખરીદીની કોઈ વ્યવસ્થા નથી.વિનોદાનંદ ઠાકુરે કહ્યું કે, આ વિસ્તારને ધાનનો કટોરો કહેવામાં આવે છે.

    હાલ સરકારને ધાનની ખરીદી શરૂ કરવી જોઈતી હતી પણ સરકારે આવો કોઈ પ્રયાસ નથી કર્યો. ખેડૂતોને મકાઈનો પાક વાવો છે. એવામાં તે ઉતાવળમાં પાક વેચીને મકાઈ મટે ખાદ્ય ખરીદી કરી રહ્યાં છે.જ્યારે સરકાર ધાનની ખરીદી શરૂ કરશે, ત્યારે નાના ખેડૂત પાસે ધાન જ નહીં રહે, માત્ર મોટા ખેડૂતો પાસે જ ધાન રહેશે.પંજાબ અને હરિયાણામાં બિહારની સરખામણીએ ખેડૂતો પાસે જમીન પણ વધારે છે. પંજાબમાં દરેક ખેડૂત પાસે સરેરાશ 3.62 હેક્ટર જમીન છે જ્યારે બિહારમાં સરેરાશ જમીન 0.61 હેક્ટર જ છે.બિહારમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું એક મોટું કારણ એ પણ છે કે જ્યારે પણ કોઈ પાક કાપવામાં આવે છે એ વખતે બજારમાં તેનો ભાવ ઓછો હોય છે. નાના ખેડૂતો તેમનો પાક મજબૂરીમાં વેચે છે. બિહારમાં મોટા ભાગના ખેડૂતો નાના ખેડૂત જ છે અને તે પાક કાપતાની સાથે જ જે ભાવ મળે તેની પર જ ઉપજ વેચી દે છે.


Download Our B K News Today App



Related News