ઓવૈસી યોગી સરકારમાં સહયોગી રહેલા રાજભરને મળ્યા, ભાજપ પર કટાક્ષ કરતાં ઓવૈસીએ કહ્યું- નામ બદલવા નહીં, દિલોને જીતવા આવ્યો છું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:33:35
  • Views : 380
  • Modified Date : 2020-12-16 15:33:35

    ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી બિધવારે લખનૌ પહોચ્યા હતા. અહીં, તેમણે એક હોટલમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) પ્રમુખ અને યોગી સરકારના સાથી ઓમ પ્રકાશ રાજભર સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું, "હું નામ બદલવા માટે નથી આવ્યો, હું દિલોને જીતવા આવ્યો છું". આ ભાજપ પર કટાક્ષ હતો. ખરેખર, હૈદરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હૈદરાબાદનું નામ ભાગ્ય નગર કરવાનું વચન આપ્યું હતું.એવું માનવામાં આવે છે કે ઓવૈસી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (પ્રસપા)ના અધ્યક્ષ શિવપાલ યાદવને પણ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓવૈસી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે અહી ગઠબંધનનાં નવા સમીકરણો શોધવા આવ્યા છે. એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુપી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા કરવાની જાહેરાત કરી છે.

    2017માં ઉત્તરપ્રદેશની 34 બેઠકો પર ઓવૈસીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તેમને એક પણ બેઠક પર જીત મળી ન હતી. ખરેખર, હાલમાં જ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનીપાર્ટીને પાંચ બેઠકો મળી છે. તેનાથી તેમનો ઇરાદો મજબૂત થયો છે અને હવે તેઓ ઉત્તરપ્રદેશ પર ફોકસ વધારી રહ્યા છે. હાલમાં જ પ્રસપા અધ્યક્ષ શિવપાલ યાદવે પણ ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધનનાં સંકેત આપ્યા હતા. આ તરફ બસપા સાથે પણ ઓવૈસીની વાતચીતની ચર્ચા થઈ રહી છે.સૂત્રો કહી રહ્યા છે કે તે ઓવૈસી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મજબૂત દલિત-મુસ્લિમ કાર્ડ રમવા માંગે છે, જેથી વિરોધીઓને કાંટાની ટક્કર આપી શકે. બિહારમાં, બસપા ઓવૈસી સાથે ગઠબંધન ધર્મ નિભાવીને AIMIMને પાંચ બેઠકો મેળવવામાં પણ તે મદદરૂપ સાબિત થઇ છે.'


Download Our B K News Today App



Related News