નેપાળની સુપ્રીમ કોર્ટનો આદેશ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-22 13:34:31
  • Views : 482
  • Modified Date : 2022-12-22 13:34:31

નેપાળના સુપ્રીમ કોર્ટે બિકિની કિલરના નામથી જાણીતા ચાર્લ્સ શોભરાજને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, તે 19 વર્ષથી નેપાળમાં કેદ છે. તેની ધરપકડ 2003માં કરાવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે. નેપાળની સુપ્રીમ કોર્ટે પણ તેની મુક્તિના 15 દિવસની અંદર તેને દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે જાણીતા ચાર્લ્સ શોભરાજને મુક્ત કવરાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જજ સપના પ્રધાન મલ્લા અને તીલ પ્રસાદ શ્રેષ્ઠાની બેન્ચે શોભરાજને મુકત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના પ્રવક્તા બિમલ પૌડેલે જણાવ્યું હતું કે, જેલમાંથી મુક્તિ માટેની અરજી શોભરાજે દાખલ કરી હતી. કારણ કે તેઓ નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમયથી જેલમાં હતા, તેથી તેમને તે આધારે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શોભરાજ ઉપર બે અમેરિકન પ્રવાસીઓની હત્યાનો આરોપ હતો, તે આરોપ સર તે 2003થી નેપાળની જેલમાં બંધ છે.

અત્રે નોંધનીય છે કે, 70ના દાયકામાં ચાર્લ્સ પર ભારત, થાઇલેન્ડ, તુર્કી અને ઇરાનમાં 20થી વધુ લોકોની હત્યાનો આરોપ હતો. ચાર્લ્સને હિપ્પીઝ પ્રત્યે નફરત હતી અને તેના દેખાવ અને વ્યક્તિત્વને કારણે હેડલાઇન્સમાં રહેતો હતો. એવું કહેવાય છે કે, 70ના દાકામાં ચાર્લ્સે દક્ષિણ-પુર્વ એશિયામાં 12 પ્રવાસીઓની હત્યા કરી હતી. પાણીમાં ડુબી જવાથી, ગળું દબાવવાથી, ચાકુને કારણે અથવા જીવતા સળગાવવાથી તેમનું મોત નિપજ્યું હતું.

ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનાના હો ચી મિન્હમાં થયો હતો, તેની માતા વિયેતનામની હતી અને તેના પિતા ભારતીય મુળના હતા. ચાર્લ્સનું સાચું નામ હેચંદ ભોનાની ગુરમુખ ચાર્લ્સ શોભરાજ છે, પરંતુ તે બિકિની કિલર તથા સીરિયલ કિલર તરીકે ફેમ છે. ચાર્લ્સે પોતાના જીવનના કેટલાક વર્ષો એશિયા અને ફ્રાન્સમાં વિતાવ્યા હતા. માતા-પિતાના છૂટાછેડા લઇ લીધા હતા.

અખબારી અહેવાલો અનુસાર શોભરાજ ઘણી ભાષાઓમાં સારી રીતે જાણકાર હતો. વેશપલટો બદલવામાં પારંગત હતો અને પોતાના મનમોહક વ્યક્તિત્વના કારણે મહિલાઓ સાથે સરળતાથી દોસ્તી કરતો હતો, ત્યારબાદ તેને ડ્રગ્સ આપીને મારી નાંખતો હતો. ચાર્લ્સનો પહેલો શિકાર અમેરિકન મહિલા ટેરેસા નોલ્ટન હતી.

Download Our B K News Today App



Related News