ચીની સૈનિકોની ઘુસણખોરીના મામલે વિપક્ષોનો વોકઆઉટ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:05:05
  • Views : 462
  • Modified Date : 2022-12-14 17:05:05

ગત 9 ડિસેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશમાં આવેલા તમાંગ ક્ષેત્રમાં ભારતમાં ઘુસણખોરી કરવાનું દુઃસાહસ કરવાના મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સંસદમાં સત્તાવાર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતના જવાનોએ પોતાની બહાદૂરીનું પ્રદર્શન કરતાં ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેઓને તેમની પોસ્ટ ઉપર પાછા ધકેલી દીધા હતા.

જો કે સંરક્ષણમંત્રીના જવાબથી સહેજપણ સંતુષ્ઠ નહીં થયેલા વિરોધપક્ષના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કર્યું હતું, કેમ કે તેમણે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. તમાંગ ક્ષેત્રમાં ભારતીય લશ્કરવા જવાનો સાથે ચીનના સૈનિકોએ કરેલી ઝપાઝપીના મુદ્દે બોલતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું હતું કે એક વાત નિશંક છે કે તમાંગ ક્ષેત્ર ઉપર ચીનની દાઢ સરકેલી છે, તેથી આપણે ત્યાં ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે. મારૂં માનવું છે કે ભારતીય લશ્કરના જવાનોએ જે કર્યું તેને સમગ્ર દેશનું સમર્થન છે. મેં પોતે સંરક્ષણ મંત્રે કહ્યું હતું કે તેમણે સમગ્ર વિશ્વને દેખાડી દેવું જોઇએ કે ભારત એક છે અને તેના પ્રત્યેક રાજકીય પક્ષનો એક એક સભ્ય દેશના લશ્કરની સાથે છે.

સંરક્ષણ મંત્રીએ ચીનના સૈનિકોની કરતૂત વિશે ટૂંકમાં નિવેદન કરતાં કહ્યું હતું કે ગત 9 ડિસેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશના તમાંગ ક્ષેત્રમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઓળંગીને ચીનના સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતના જવાનોએ પોતાની બહાદૂરી અને શૂરવીરતાનું પ્રદર્શન કરતાં તેઓની સાથે ભારે ઝપાઝપી કરીને તેઓને તેમની પોસ્ટ ઉપર પાછા ફરવા મજબૂર કરી દીધા હતા.

તેમણે વધુમાં ગૃહને માહિતી આપી હતી કે રાજદ્વારી માર્ગે પણ આ અંગેની માહિતી ચીન સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. હું સમગ્ર ગૃહને આશ્વાસન આપું છું કે આપણું લશ્કર આપણી સરહદોનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે અને પ્રતિબદ્ધ છે, અને તેઓને પડકાર ફેંકવાનો કોઇના દ્વારા પણ પ્રયાસ થશે તો તે પ્રયાસને નિષ્ફળ બનાવવા પણ તેઓ સજ્જ છે.

Download Our B K News Today App



Related News