ફિલ્મમેકર હંસલ મહેતાએ સો. મીડિયા પર લખ્યું, ‘અમદાવાદમાં રહેતો કઝિન ગુમાવ્યો, ગુજરાતની હાલત બહુ ખરાબ છે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 16:51:52
  • Views : 464
  • Modified Date : 2021-04-14 16:51:52

    કોરોનાવાઈરસને લીધે હંસલ મહેતાનાં કઝિનનું નિધન થયું છે. ફિલ્મમેકર આ વાતની જાણકારી સો. મીડિયા પર આપતા કહ્યું કે, કોવિડ 19ને લીધે અમદાવાદમાં મારા એક નજીકના કઝિનને ગુમાવ્યો. તેની પત્નીની સ્થિતિ પણ ગંભીર છે. ગુજરાતની હાલત બહુ ખરાબ છે, જેટલું કહેવામાં આવી રહ્યું છે તેના કરતાં ઘણું વધારે. હંસલની પોસ્ટ જોયા પછી તેમના મિત્રો અને ફેમિલી મેમ્બર્સ કઝિનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકોએ ગુજરાતની સ્થિતિ ભયાનક કહેવા પર તેમને ટ્રોલ પણ કર્યા.

    એક્ટર રાહુલ દેવે લખ્યું, ‘પ્રિય હંસલ, વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ’ સ્ક્રિપ્ટ રાઈટર હરનીત સિંહે લખ્યું, ‘જાણીને દુઃખ થયું’ અનુરુદ્ધ ગુહાએ લખ્યું, ‘શ્રદ્ધાંજલિ હંસલ. આશા છે કે તેમની પત્ની જલ્દી રિકવર થઇ જાય’ એક્ટ્રેસ સયાની ગુપ્તા લખ્યું, ‘આ જ સ્થિતિ ઘણા રાજ્યોની છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ છે, પરંતુ ત્યાંથી ન્યૂઝ નહિ આવે. કારણકે લાખો લોકો સાથે ચૂંટણીની રેલી વધારે જરૂરી છે.’ 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138