બુદ્ધ પૂર્ણિમાના દિવસે PM મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યા, માયા દેવી મંદિરમાં કરી પૂજા અર્ચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:51:38
  • Views : 276
  • Modified Date : 2022-05-16 11:51:38

બુદ્ધ પૂર્ણિમાના દિવસે PM મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યા, માયા દેવી મંદિરમાં કરી પૂજા અર્ચના

 

બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંનેએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાં અન્ય કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પાછા આવતા પીએમ મોદી લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને જશે. જ્યાં યુપીના મંત્રીઓ સાથે તેમની મીટિંગ છે. આ પ્રવાસ માટે પીએમ મોદી પહેલા દિલ્હીથી કુશીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ M-17 હેલીકોપ્ટરથી નેપાળ જવા રવાના થયા હતા. સાંજે પાછા આવતા તેઓ ફરી કુશીનગર લેંડ કરશે અને ત્યાંથી લખનઉ જશે.

 

પીએમ મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી

માયા દેવી મંદિરમા પીએમ મોદીએ પુષ્કર્મી તળાવની પરિક્રમા કરી હતી, તેની સાથે સાથે પવિત્ર બોધી વૃક્ષની પણ પૂજા કરી હતી.

 

માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ લુમ્બિનીમાં માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેપાળના શાનદાર લોકોની વચ્ચે આવીને અત્યંત ખુશ છું. ત્યાર બાદ પીએમ મોદી દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. તેમાં વિજળી પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટી સામેલ છે. 

 

 

Download Our B K News Today App



Related News