કોલસાની 41 ખાણોની હરાજીની પ્રક્રિયાની શરુઆત પીએમ મોદીએ આજે કરાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 18:17:02
  • Views : 1121
  • Modified Date : 2020-06-18 18:17:02

પ્રાઈવેટ સેકટર માટે કોલસાની 41 ખાણોની હરાજીની પ્રક્રિયાની શરુઆત પીએમ મોદીએ આજે કરાવી હતી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, આત્મ નિર્ભર ભારત ઈમ્પોર્ટ પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. ભારત ઈમ્પોર્ટ પર થતા લાખો કરોડો રુપિયાના વિદેશી નાણાને બચાવશે. આ માટે દેશમાં સાધન અને સંસાધનો વિકસીત કરાશે. ઉર્જા સેક્ટરમાં ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે એક મોટુ પગલુ આજે લેવાયુ છે. સરકારે કરેલી દરેક જાહેરાત પર એક મહિનાની અંદર અમલ કરવામાં આવી રહ્યો છેતેમણે કહ્યુ હતુ કે, આ બાબત બતાવે છે કે, ભારત કોરોનાની વૈશ્વિક આપત્તિને અવસરમાં બદલવા માટે ગંભીર છે. આપત્તિ પર આંસુ વહાવવા એ ભારતનો સ્વભાવ નથી. આજે માત્ર પ્રાઈવેટ સેક્ટર માટે કોલસાની ખાણોની હરાજી નથી થઈ રહી બલ્કે કોલસાના ક્ષેત્રને લોકડાઉનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યુ છે. મજબૂત માઈનિંગ સેક્ટર વગર ભારત આત્મ નિર્ભર નહી બનશે. કારણકે માઈનિંગ સેક્ટર આપણી ઈકોનોમીને મજબૂત કરશે. દેશના 16 જિલ્લા એવા છે જ્યાં કોલસાના ભંડારો છે. આ વિસ્તારોના લોકોને તેનો જોઈએ તેવો લાભ થયો નથી.

Download Our B K News Today App



Related News