OLAનું ક્રેડિટ કાર્ડ લોન્ચ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 15:28:27
  • Views : 457
  • Modified Date : 2019-05-16 15:28:27

એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે. 

Download Our B K News Today App



Related News