નૂપુર સેનને અક્ષય કુમારની સાથે 'ફિલહાલ 2'ના સેટ પર જન્મદિવસની ઉજવણી કરી, કહ્યું- મારા માટે તેનાથી વધુ સારી કોઈ બર્થ ડે ગિફ્ટ હોઈ શકે નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:22:34
  • Views : 407
  • Modified Date : 2020-12-16 15:22:34

    બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનનની બહેન નૂપુર સેનને મંગળવારે 'ફિલહાલ 2'ના સેટ પર અક્ષય કુમારની સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. પોતાના બર્થ ડે સેલિબ્રેશનના ફોટો નૂપુરે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેણે એ પણ જણાવ્યું કે, તે અક્ષય કુમારની સાથે પોતાની આગામી ફિલ્મ 'ફિલહાલ 2'નું શૂટિંગ શરૂ કરી રહી છે. આ પહેલા નૂપુર અને અક્ષય 2019માં મ્યુઝિક વીડિયો ફિલહાલમાં જોવા મળ્યા હતા. આ ગીત પણ બી પ્રાકે ગાયું હતું.નૂપુરે ફોટો શેર કરીને લખ્યું, એક એક્ટર તરીકે આ મારો પહેલો વર્કિંગ બર્થ ડે છે. મારું હૃદય ગદગદિત થઈ ગયું છે અને હું આ રીતે ટેલેન્ટેડ એનર્જીની સાથે મારો ખાસ દિવસ પસાર કરવા માટે આભારી છું. મારા માટે તેનાથી કોઈ સારી બર્થ ડે ગિફ્ટ ન હોઈ શકે કે હું સેટ પર કેમેરાની સામે છું. આજથી 'ફિલહાલ 2'ની જર્ની શરૂ થાય છે. અક્ષયે જાન્યુઆરી 2020માં જ આ ગીતની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાના કારણે આ ગીતનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. નૂપુરની બર્થ ડે પર તેમની બહેન ક્રિતી સેનને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને શુભેચ્છા પાઠવી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139