ઓનલાઈન લોન એપ પર હવે સરકાર એક્શનમાં , મંત્રાલયે આપી દીધા મોટા આદેશ

  • Published By :
  • Published Date : 2022-09-10 17:38:33
  • Views : 218
  • Modified Date : 2022-09-10 17:38:33

નલાઈન પેમેન્ટના વધી રહેલા ચલણની વચ્ચે ડિજિટલ લોન આપતી એપ્સની સંખ્યા પણ ઘણી ઝડપથી વધી ગઇ છે. છેલ્લાં થોડા મહિનામાં ઘણા એવા મામલા સામે આવ્યાં છે, જ્યારે લોકોએ ઓનલાઈન એપથી લોન લીધી અને પછી તેમણે પસ્તાવુ પડ્યુ. આ ડિજિટલ એપના માધ્યમથી લોન આપતી ગેરકાયદેસર કંપનીઓએ લોકોને પરેશાન કર્યા છે. આ કંપનીઓ લોન આપીને લોકોને દેવામાં ફસાવી રહી છે. છેલ્લાં બે વર્ષથી ઘણા એવા મામલા સામે આવ્યાં છે, જ્યારે લોનના કારણે લોકોએ આત્મહત્યા જેવા પગલા ઉપાડવાના પ્રયાસ કર્યા. હવે સરકાર આ સમસ્યાને લઇને મોટા પગલા ઉપાડવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈ અથવા સરકાર પાસેથી મંજૂરી. મહત્વનું છે કે પ્લે સ્ટોર પર અનેક ઑનલાઈન લોન આપતી એપ્સ છે. જેમાંથી મોટાભાગની એપની પાસે આરબીઆઈની મંજૂરી પણ નથી અને કોઈ પણ રજીસ્ટ્રેશન કર્યા વગર પોતાનો વ્યાપાર વર્ષોથી કરી રહી છે. આ કંપનીઓ લોન આપ્યાં બાદ ગ્રાહકો પાસેથી ગેરકાયદે વસુલાત કરી રહી છે. જેના કારણે ઘણા લોકો પરેશાન થયા છે. એવામાં આ કંપનીઓના સતામણીના કારણે દેશમાં આત્મહત્યાના કેસો વધી રહ્યાં છે. હાલમાં નાણા મંત્રીની આગેવાનીમાં એક બેઠક થઇ છે. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આરબીઆઈ બધી લીગલ એપની યાદી તૈયાર કરશે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પણ આ કામ આપવામાં આવ્યું છે કે તે લીગલ એપ જ પ્લે સ્ટોર પર રાખે. આ ઉપરાંત આરબીઆઈ એવા ખાતાની દેખરેખ પણ કરવાનુ છે, જેનો ઉપયોગ પૈસાની ગેરકાયદે હેરાફેરી માટે કરી શકાય છે.

Download Our B K News Today App



Related News