એડમિરલ કરમબીર સિંહે નૌસેના પ્રમુખનું પદગ્રહણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 14:22:38
  • Views : 476
  • Modified Date : 2019-05-31 14:22:38

એડમિરલ કરમબીર સિંહે શુક્રવારે નૌસેના પ્રમુખ તરીકેનું પદગ્રહણ કર્યુ છે. પૂર્વ નૌસેના પ્રમુખ સુનીલ લાંબા 31 મેના રોજ રિટાર્યડ થઈ રહ્યા છે. જો કે, આ નિમણૂક પહેલા વાઈસ એડમિરલ બિમલ વર્માને વાઈસ એડમિરલ કરમબીર સિંહને આવનારા નૌસેના પ્રમુખ બનાવવાની વિરોધમાં આર્મ્સ ફોર્સેસ ટ્રાઈબ્યૂનલમાં અરજી કરી હતી.વર્માનો આરોપ હતો કે, નૌસેના પ્રમુખની નિમણૂક સમયે વરિષ્ઠતાને નજરઅંદાજ કરવામાં આવી છે. સિંહ જૂલાઈ 1980માં નૌસેમાં, જ્યારે વર્મા જાન્યુઆરી 1980માં નૌસેનામાં જોડાયા હતા. જો કે, 29 મેના રોજ ટ્રિબ્યૂનલે સિંહને નૌસેના પ્રમુખ બનાવવા માટેની મંજૂરી આપી દીધી હતી.નૌકાદળ પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું, મારા પૂર્વના અધિકારીઓએ સુનિશ્વિત કર્યુ છે કે નૌસેનાનો પાયો ઘણો મજબૂત છે. તેમણે આને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. મારો પ્રયાસ રહેશે કે તેમના પ્રયાસોને આગળ વધારું. નૌસેનાને મજબૂત અને વિશ્વસનીય બનાવીશ, જેથી નૌસેના દરેક સુરક્ષા પડકારોનો સામનો કરી શકે.


Download Our B K News Today App



Related News