10મા-12માની બોર્ડ પરીક્ષાઓને લઈને નોટિફિકેશન જારી કર્યું, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પરીક્ષાની તારીખો ખોટી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 14:42:04
  • Views : 410
  • Modified Date : 2020-12-11 14:42:04

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા-12માની બોર્ડની પરીક્ષાઓને લઈને એક જરૂરી નોટિફિકેશન જારી કર્યું છે. જારી નોટિફિકેશનમાં બોર્ડે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી 10મા-12માની બોર્ડની પરીક્ષાઓ અને પ્રેક્ટિકલ તારીખો ખોટી છે. CBSEના જણાવ્યા પ્રમાણે, પરીક્ષા અને પ્રેક્ટિકલની તારીખો જ્યારે પણ જારી થશે, તેને ઓફિશિયલ પોર્ટલ પર જારી કરવામાં આવશે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી અફવાઓ પર ધ્યાન ન આપો.


બોર્ડની તરફથી જારી નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ઘણા ન્યુઝ પોર્ટલ અને સોશિયલ મીડિયા પર 10મા-12માની બોર્ડ અને પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ વિશે જાણકારી આપવામાં આવી રહી છે તે ખોટી છે. બોર્ડે આગળ જણાવ્યું કે, હજુ સુધી કોઈ તારીખ ફાઇનલ થઈ નથી. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, જ્યારે પણ તારીખ જારી થશે ઓફિશિયલ પોર્ટલ પર જ જાહેર કરવામાં આવશે. અગાઉ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, પરીક્ષાઓ માર્ચમાં જ લેવામાં આવશે તેવું જરૂરી નથી. તેમણા જણાવ્યા પ્રમાણે, માતા-પિતાએ બોર્ડની પરીક્ષાઓ મે મહિના દરમિયાન લેવાની માગ કરી છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓની તારીખ નક્કી કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News